5 મહિના પહેલા ખુલ્લા મુકાયેલા દ્વારકા બ્રીજ પર ગાબડાં પડી ગયા

PC: divyabhaskar.co.in

ઓખાથી બેટ દ્વારકાને જોડતા બ્રીજ હજુ 5 મહિના પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લગભગ 1,000 કરોડના ખર્ચે બનેલા આ લોંગેંસ્ટ બ્રીજમાં હવે ગાબડા પડી ગયા અને બ્રીજના જોઇન્ટ પણ છુટા પડી ગયા છે. એક વરસાદના જોરે બાંધકામની આખી પોલમપોલ ખુલ્લી કરી નાંખી છે.

દેવભૂમિ દ્રારકામાં છેલ્લાં 5 દિવસથી અનરાધાર વરસાદ પડવાને કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે અને લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હજુ 5 મહિલા પહેલા ધર્મનગર દ્વારકામાં બ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેને સુદર્શન સેતું નામ રાખવામાં આવ્યું છે અને આ બ્રીજ પર મોટા મોટા ગાબડા પડી ગયા છે.

આ બ્રીજનું બાંધકામ એસ.પી. સિંગલા કન્સ્ટ્રકશન કંપનીએ કરેલું છે. આ કંપનીએ બનાવેલો બ્રીજ બિહારમાં જૂન મહિનામાં તુટી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp