દુનિયાની સૌથી મોટી પાટીદાર ક્રિક્રેટ ટૂર્નામેન્ટની ફાઇનલ દુબઇમાં રમાશે
અનેક બાબતોમાં અગ્રેસર રહેતા પાટીદાર સમાજ દ્રારા દુનિયાની સૌથી મોટી સોશિયલ ક્રિક્રેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે
વિશ્વ ઉમિયા ધામ યુવા સંગઠન દ્રારા વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લીગ શરૂ કરવામા આવી છે.
આ ટૂર્નામેન્ટનો વર્લ્ડ રેકોર્ડ બને તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં કોઇ એક ગેમ માટે 5 સેન્ટર પર 64-64 મળીને કુલ 320 ટીમો ટકરાશે અને 4800 ખેલાડીઓ રમશે. આટલા બધા ખેલાડીઓ ભાગ લેતા હોય તેવું પહેલીવાર બનશે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, હિંમતનગરમાં મેચ શરૂ થઇ ગઇ છે. સેમી ફાઇનલ અમદાવાદમાં રમાશે જ્યારે ફાઇનલ મેચ દુબઇના શારજહાં સ્ટેડીયમમાં રમાશે. વિજેતા ટીમને 5 લાખ રૂપિયા ઇનામ અપાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp