ગણેશોત્સવનું સ્ટેજ તોડી નાંખ્યું, કપચી નાંખી દીધી, સ્વામીનારાયણ સાધુ પર આરોપ

PC: sandesh.com

સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલી રહેલા વિવાદમાં રાજકોટમાં બનેલી એક ઘટનાએ બળતામાં ઘી હોમ્યું છે. રાજકોટમાં આયોજિત એક ગણેશોત્સવનો મંડપ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ તોડી પાડતા ભારે વિવાદ ઉભો થયો છે. ગણપતિ ઉત્સવને હવે 2 જ દિવસની વાર છે ત્યારે ગણેશ મંડપ તોડી પડાતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. વાત એટલી વણસી કે પોલીસે ઘટના સ્થળે પહોંચવુ પડ્યું હતું.

જાણવા મળેલી વિગત મુજબ રાજકોટનું બાલાજી મંદિર ફરી ચર્ચામાં આવ્યું છે. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર કિરણસિંહ હાઇસ્કુલમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

 એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સ્વામીનારાયણ સંપ્રદાયના વિવેક સ્વામીના માણસોએ આ સ્ટેજ તોડી નાંખ્યું છે અને એ જગ્યા પર રેતી-કપચીના ઢગ કરી દેવામાં આવ્યા છે. આ જ જગ્યા પર 12 વર્ષથી ગજાનંદ ધામ મંડળ દ્રારા ગણેશોત્સવ ઉજવવવામાં આવે છે.

ગણપતિ ઉત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ તરફ રાજકોટના કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગજાનંદ ધામ મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણેશ ઉત્સવના પંડાલ ગોઠવી આયોજન કરવામાં આવે છે. પરંપરા અનુસાર આ વર્ષે પણ આયોજન હાથ ધરાયુ હતું. મંડળનું કહેવું છે કે ભાડું પણ ભરી દેવમાં આવ્યું હતું, પરંતુ ગણેશોત્સવ નહીં કરવા માટે તેમને દબાણ કરવામાં આવ્યું હતું અને ગુરુવારે વિવિક સાગર સ્વામીના 4 માણસોએ સ્ટેડ તોડી પાડ્યું છે.

ગજાનંદ મંડળે પોલીસમાં ફરિયાદ કરી છે અને શુક્રવારે કલેકટરને આવેદનપત્ર આપવમાં આવ્યું હતું. ગણેશ મંડળને તોડી પાડવાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોમાં ભારે આકોશ ફેલાઇ રહગ્યો છે. લોકોનું કહેવું છે આ અમારી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની વાત છે. લોકોના ટોળે ટોળે ભેગા થતા મોટા પાયે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જો કે જાણવા મળેલી વિગત મુજબ ગજાનંદ ધામ મંડળના સભ્યોએ ભેગા થઇને JCBથી રેતી-કપચી દુર કર્યા છે. બાલાજી વડતાલ મંદિર વડતાલ સ્વામિનારાયણ હસ્તક હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં સાળંગપુર ભીંતચિત્ર વિવાદ પછી સ્વામીનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ સામ સામે છે અને એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. સ્વામીનારાયણ સાધુઓના વિવાદીત લવારા પણ અનેક વખત સામે આવ્યા છે. ધાર્મિક વિવાદને કારણે પોલીસ પણ ટેન્શનમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp