સૌરાષ્ટ્રના આ ધોધની સુંદરતાનો વીડિયો જોઈને તમે પણ કહેશો વાહ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં સારી એવી મેઘ મહેર થતા અનેક નદી-નાળા તથા તળાવમાં વરસાદના નવા નીર આવ્યા છે. સારા વરસાદને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. દક્ષિણ ગુજરાતમાં અનેક લોકો ગીરાધોધ અને સાપુતારા જેવા પ્રવાસન સ્થળે જઈ પ્રકૃતિને માણી રહ્યા છે.

બીજી તરફ સૌરાષ્ટ્રમાંથી પ્રકૃતિ પ્રેમીઓની ભીજ જુનાગઢથી લઈને દીવ સુધીના પંથકમાં જોવા મળી છે. એવામાં ધોરાજી પંથકમાં આવેલા ઓસમ ડુંગર પરથી ધોધ વહેતા પ્રવાસીઓએ આ કુદરતી નજારો પોતાના મોબાઈલ તથા કેમેરામાં કેદ કર્યો હતો. રવિવારે ધોરાજીમાં કુલ 9 ઈંચ વરસાદ પડતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી હતી. ગ્રામ્ય પંથકમાં વહેતી નદી ગાંડીતુર બની ગઈ હતી. પ્રવાસન કેન્દ્ર તરીકે જાણીતા ઓસમ ડુંગરનો નજારો કંઈક ઔર જોવા મળ્યો છે. આ ધોધ જોઈને પ્રવાસીઓ ખુશખુશાલ બન્યા હતા. આ નજારો ગીરનાર પર્વત પરથી વહેતા ધોધ સમાન જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે.

રાજ્યના હવામાન ખાતા એ તા.30 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જોકે, ભારે વરસાદને ધ્યાને લઈને NDRFની ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં અનેક જગ્યાએ જાણે લીલી ચાદર પાથરી હોય એ રીતે હરિયાળી જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ પંથકના મેદાની વિસ્તાર, ડુગરાળ પ્રદેશ તથા ગ્રામ્ય પંથકમાં આવેલા ખેતરમાં ધરતી લીલીછમ બની છે. ધોરાજીના મોટીમારડ ગામમાં 9 ઇંચ વરસાદ નોંધાતાં ગામ બેટમાં ફરવાઈ ગયું છે. ગામનાં 5 તળાવો ઓવરફ્લો થઈ ગયાં છે.

જ્યારે દક્ષિણ ગુજરાતના સાપુરતારા, વિલ્સન હિલ જેવા હિલ સ્ટેશન પર કુદરતી નજારો જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. છૂટછાટ મળતા પ્રવાસનને વેગ મળી રહ્યો છે. પણ લોકોની ભીડ જોતા સંક્રમણ અંગે ચિંતા પણ વ્યક્ત થવા લાગી છે. વીકએન્ડમાં ગુજરાતની પ્રવાસપ્રેમી પ્રજા રાજ્યના પ્રવાસન સ્થળની મુલાકાત લેવાનું વધારે પસંદ કરે છે. આ ઉપરાંત વીકએન્ડમાં પણ નાની ટુરનું પ્રમાણ પણ વધી રહ્યું છે. છૂટછાટ મળ્યા બાદ પ્રવાસન સ્થળે લોકો ઉમટી પડ્યા છે. ખાસ કરીને સોમનાથ, દીવ, દમણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છ તરફ લોકોનો ઘસારો વધ્યો છે. અત્યારે ગુજરાતીઓ બીજા રાજ્યમાં જવાનું ટાળી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp