રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત, કારખાનામાં કરતો હતો કામ

PC: etvbharat.com

રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થઇ ગયું છે. અહીં 24 વર્ષીય યુવાન મુકેશ વઘાસિયાનું મોત થઇ ગયું. મુકેશ કારખાનામાં કામ કરતો હતો. હાલમાં જ જન્માષ્ટીના મેળામાં ચકડોળમાં બેઠેલી યુવતીનું પણ મોત થઇ ગયું હતું. ત્યારે શહેરમાં યુવાનોના અચાનક મોતને કારણે ચિંતા પ્રસરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કારખાનામાં કામ કરતા મુકેશ વઘાસિયાને માત્ર 24 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો હતો.

આ એટેક આવતાની સાથે તેને સિવિલ હૉસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને ફરજ પર હાજર ડૉક્ટરે મૃત જાહેર કરી દીધો હતો. આ સમાચાર મળતાની સાથે આખા પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. રાજકોટના જેતપુરના લોકમેળામાં યુવતીને હાર્ટ એટેક આવતા મોત થઇ ગયું હતું. મેળામાં યુવતી ચકડોળમાં બેઠી હતી, એ જ સમયે યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ યુવતીને સારવાર અર્થે પહેલા ખાનગી હૉસ્પિટલ અને બાદમાં સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ યુવતીની થોડા દિવસ પહેલા જ સગાઇ થઇ હતી. જેથી તે પોતાના સાસરિયા પક્ષમાં આવી હતી. આ દરમિયાન જ તેની સાથે આ દુર્ઘટના ઘટી હતી. રાજકોટમાં જન્માષ્ટમીના અવસરે રાખેલા કાર્યક્રમમાં 25 વર્ષીય જતીન સરવૈયા નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાનજી ચોક પાસે આ ઘટના બની હતી. જન્માષ્ટમીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુવાનને છાતીમાં દુઃખાવો થવા લાગ્યો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં ફરજ પર રહેલા ડૉક્ટરોએ મૃત જાહેર કરી દીધો હતો.

જતીન સરવૈયાના મોતથી પરિવારજનો તથા આખા વિસ્તારમાં શોકનું મોજું પ્રસરી વળ્યું હતું. રાજકોટની સાથે જેતપુરમાં પણ યુવાનનું હાર્ટ એટેકથી મોત થઇ ગયું છે. જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતા યુવાનને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. વિજય મેઘનાર્થી નામના 26 વર્ષીય યુવાનનું મોત થઇ ગયું હતું. યુવાનને હાર્ટ એટેક આવતા હૉસ્પિટલ લવાતા ડૉકટરે મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ ખબરના કારણે પરિવાર અને આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

આફ્રિકાના વેન્ડા શહેરમાં એક ગુજરાતીનું હાર્ટ એટેકના કારણે મોત થઇ ગયું. હાર્ટ એટેકની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આમોદ તાલુકાના ઇખર ગામના એક યુવાનને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો. ઈખર ગામના ઈકબાલ હાફેજી મહંમદ મલ્લુ (ઉંમર 42) નામના યુવાનનુ આફ્રિકામાં મોત થતા સનસની મચી ગઈ છે. રિપોર્ટ્સ મુજબ, મૃતક યુવક 20 વર્ષથી રોજીરોટી માટે આફ્રિકામા સ્થાયી થયો હતો. યુવાનનું મોત થતા વતન ઇખર ગામે પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનુ મોજું ફરી વળ્યું છે. અંદાજે 10 દિવસ પહેલાં પણ જંબુસરના ટંકારી બંદર ગામના એક યુવાનનું આફ્રિકામાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp