2021 Kia Sonet અને Seltos ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને નવા ફીચર્સ

PC: carwale.com

Kia Indiaએ ભારતમાં પોતાની 2021 Kia Sonet અને Seltosને લોન્ચ કરી દીધી છે. ભારતીય બજારમાં 2021 Kia Sonetની શરૂઆતી એક્સ-શોરૂમ પ્રાઈઝ 6.79 નક્કી કરવામાં આવી છે. જ્યારે 2021 Kia Seltosની શરૂઆતી એક્સ-શોરૂમ પ્રાઈઝ 9.95 લાખ રૂપિયા છે. કંપનીએ પોતાની આ બંને કારોના નવા મોડલ્સનું બુકિંગ શરૂ કરી દીધુ છે. ગ્રાહક તેને કંપનીની આધિકારિક ડીલરશિપ્સ પર જઈને બુક કરાવી શકે છે.

બંને કારોમાં Kiaનો નવો બ્રાન્ડ લોગો આપવામાં આવ્યો છે. નવી Sonet સબકોમ્પેક્ટ SUV અને Seltos કોમ્પેક્ટ SUVમાં હવે પહેલાની સરખામણીમાં 17 નવા અપડેટ્સ આપવામાં આવ્યા છે. તેમાં ઓટોમેટિક વેરિયન્ટ્સમાં શિફ્ટર પણ સામેલ છે. આ નવા ફીચર 2021 Seltosના GTX+ 1.5D 6AT અને 1.4T-GDI 7DCT વેરિયન્ટ્સમાં મળશે. જ્યારે, Sonetના તમામ વેરિયન્ટ્સમાં ગ્રાહક આ ફીચર્સ મેળવી શકશે. આ ઉપરાંત, કંપની દ્વારા પોતાની નવી Seltosમાં iMT ટેકનિકને સામેલ કરવામાં આવી છે, જે 1.5- લીટર પેટ્રોલ HTK+ વેરિયન્ટમાં મળશે.

2021 Sonet સબકોમ્પેક્ટ SUV ભારતીય બજારમાં 17 વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે. જ્યારે 2021 Seltos કોમ્પેક્ટ SUV દેશમાં કુલ 16 વેરિયન્ટ્સમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. કંપનીએ પોતાની 2021 Seltosમાં નવું 1.4T-GDI Petrol GTX (O) પ્રીમિયમ વેરિયન્ટ સામેલ કરવામાં આવ્યું છે. તેમજ Sonetનું લોકપ્રિય HTX ટ્રિમ હવે HTX 7DCT (1.0-લીટર T-GDI પેટ્રોલ) અને HTX 6AT (1.5- લીટર ડીઝલ) જેવા ઓટોમેટિક ઓપ્શન્સમાં પણ ઉપલબ્ધ છે.

પાવર પરફોર્મન્સની વાત કરીએ તો 2021 Seltosમાં ગ્રાહકોને 1.5- લીટર સ્માર્ટસ્ટ્રીમ પેટ્રોલ, 1.4- લીટર સ્માર્ટસ્ટ્રીમ T-GDI પેટ્રોલ અને 1.5- લીટર CRDi VGT ડીઝલનો વિકલ્પ મળે છે. તેમાં 6- સ્પીડ મેન્યુઅલ, ઈન્ટેલિજન્ટ વેરિએબલ ટ્રાન્સમિશન (iVT), 6- સ્પીડ ટોર્ક કન્વર્ટર, 7- સ્પીડ DCT ઓટોમેટિક અને 6- સ્પીડ iMT (ઈન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન) નો વિકલ્પ મળે છે.

Sonetમાં ગ્રાહકોને 1.2- લીટર નેચરલી એસ્પીરેટેડ પેટ્રોલ, 1.0- લીટર ટર્બો T-GDi પેટ્રોલ અને 1.5- લીટર ડીઝલ એન્જિનનો વિકલ્પ મળે છે. તેમાં 5- સ્પીડ મેન્યુઅલ, 6- સ્પીડ મેન્યુઅલ, 6- સ્પીડ મેન્યુઅલ, 6- સ્પીડ iMT, 6- સ્પીડ ટોર્ક કન્વર્ટર, 7- સ્પીડ DCT ઓટોમેટિકનો વિકલ્પ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp