12,000 ફૂટ પરથી નીચે પડ્યો iPhone, તો પણ કંઈ થયું નહીં, જુઓ વીડિયો

PC: timesnownews.com

આજકાલ સ્માર્ટ ફોન્સ પણ ડ્યુરેબલ હોય છે. પરંતુ અમુક ઘણા ફોન આ વાત પર ખરા ઉતરતા નથી હોતા.  પરંતુ દુનિયાની જાણીતી કંપની Apple તેની ટેકનોલોજીની સાથે ફોનના ડ્યુરેબલીટી માટે પણ જાણીતું છે. આ વાત અંગેના પ્રુફ તરીકે કોઈ પણ iPhone યુઝરનો રિવ્યુ લેવો જોઈએ. હાલમાં એવી જ એક ઘટના બની જેનાથી તમને આ ફોનની ડ્યુરેબલીટીની ખબર પડી જશે. આ ટેસ્ટ તે વખતે થયો જ્યારે એક સ્કાઈ ડાઈવરના ખિસ્સામાંથી તેનો iPhone લગભગ 12,000 ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગયો. એક રિપોર્ટના કહેવા પ્રમાણે, સ્કાઈ ડાઈવર કોડી મેડ્રોની સાથે આ ઘટના અલોય, એરિઝોનામાં ઘટી હતી. સ્કાઈ ડાયવરના મિત્રો બધુ રેકોર્ડ કરી રહ્યા હતા. વીડિયો શૂટ કરતી વખતે મિત્રના ફોનમાંથી નીચે પડતું તેમને કંઈક દેખાયું હતું.

 
 
 
View this post on Instagram

A post shared by @kodymadro

iPhoneના પડવાની જાણકારી 31 વર્ષના સ્કાઈ ડાયવર કોડી મેડ્રોને ન હતી. તે જમીન પર લેન્ડ થયો અને તપાસ્યું ત્યારે તેને જાણ થઈ કે તેનો ફોન તેની પાસે નથી. જેના પછી તેના iPhoneને Find my iPhoneએપ દ્વારા શોધવામાં આવ્યો હતો. સ્કાઈ ડાઈવરે પછી તેના ફોનની ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ક્લિપને જોતા તમને દેખાશે કે ફોનની સ્ક્રીન ઘણી ખરાબ હાલતમાં છે. કોડીએ કહ્યું કે જ્યારે તેના મિત્રોએ જોયું કે કંઈક સામાન પડી રહ્યો છે તો તેઓ ડરી ગયા હતા. પરંતુ સૌભાગ્યવશ કોડી બિલ્કુલ સેફ હતો. તેણે તેના મિત્રોને તે સમયે એકદમ ડરેલા અને ચિંતિત જોયા હતા. ફોન અંગે વાત કરતા કોડીએ કહ્યું હતું કે બે અઠવાડિયા સુધી iPhoneને શોધવાનું કામ ચાલું રહ્યું હતું. ફોન સંપૂર્ણરીતે ડેમેજ થઈ ગયો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by @kodymadro

આટલી ઊંચાઈએથી ફોન પડ્યા પછી પણ તે ચાલી રહ્યો હતો. ફોનને ચાલુ જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા હતા કે આટલી ઊંચાઈએથી પણ પડ્યા પછી તે ચાલુ છે. કોડીએ તે પળનો વીડિયો ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તેનો ફોન તેના ખિસ્સામાંથી નીચે પડતો જોવા મળી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં તેણે ગીત સાથે એન્જેલ ટ્રેકને જોડ્યો છે. જ્યારે ક્લિપના બીજા ભાગમાં ફોનની સ્ક્રીન ખરાબ હોવા છત્તાં તે સારી રીતે ચાલી રહ્યો છે તે તેણે સૌને બતાવ્યું છે.

   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp