Video: Mahindra Boleroએ બચાવ્યો એક યુવકનો જીવ, આનંદ મહિન્દ્રાએ વ્યક્ત કરી ખુશી

PC: storypick.com

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં Mahindra Bolero એક બાઇક ચાલકનો જીવ બચાવતા દેખાઇ રહી છે. એક અનિયંત્રિત JCB રસ્તા કિનારે ઊભેલા બાઇક સવારને કચડવા જઇ રહી હતી કે બીજી તરફથી ગતિએ આવેલી Mahindra Boleroએ તે વ્યક્તિને બચાવી લીધો. આ જેસીબી જેવું તે વ્યક્તિને પોતાની ચપેટમાં લેવાનું હતું કે બીજી દિશામાથી આવી રહેલી Mahindra Boleroએ તે જેસીબીને જોરદાર ટક્કર મારી. Mahindra Bolero અને જેસીબીની ટક્કરને કારણે તે વ્યક્તિ દૂર જઈને પડે છે પણ તેને વધારે ઈજા પહોંચતી નથી. આ ટક્કર એટલી જોરદાર થાય છે કે જેસીબી રસ્તાની નીચે ઉતરી પડે છે. Mahindra Bolero જેમકે તે વ્યક્તિને બચાવવા માટે જ જેસીબી સાથે ટકરાઇ જાય છે.

એક યૂઝરે વીડિયો શેર કરતા લખ્યું કે, ઉપરવાળો જો કોઇને બચાવવા માગે છે તો Mahindra Boleroને પણ મોકલી શકે છે. મહિન્દ્રા ગ્રુપના પ્રમુખ આનંદ મહિન્દ્રાએ પણ આ વીડિયો શેર કરતા લખ્યું કે, એવું લાગે છે કે Mahindra Bolero એક જીવિત વસ્તુ બની ગઇ અને તેનું એકમાત્ર મિશન તે વાહન ચાલકને બચાવવાનો હતો.

આ દિલધડક વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જેને 18 લાખથી વધારે વાર જોવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 68 હજાર લાઇક્સ પણ મળી ગઇ છે અને 17 હજારથી વધારે વાર રિટ્વીટ કરવામાં આવ્યો છે. 2100થી વધારે પ્રતિક્રિયા આ વીડિયો પર લોકોએ આપી છે. લોકો આ વીડિયો જોયા પછી ખૂબ રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, જો બલેરોના સ્થાને કોઇ અન્ય કાર હોત તો તેના કૂડચા બોલી ગયા હતો. જ્યારે બલેરો હજુ પણ રસ્તા પર દોડી રહી છે.

હિંદીમાં એક કહેવત છે, જાકો રાખે સાઈયાં, માર સકે ના કોઇ. આ કહેવત આ ઘટના પર બંધ બેસે છે. જેમાં એક યુવકનો જીવ એક મહિન્દ્રા બોલેરોએ બચાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp