ફરી ફેલાઈ શકે છે બ્લેક ડેથ નામની મહામારી, રશિયન ડૉક્ટરે આપી ચેતવણી

PC: wikipedia.org

કોરોના સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે વધુ એક ખરાબ સમાચાર આવી શકે છે. રશિયાના એક મોટા ડૉક્ટરે ચેતવણી આપી છે કે, જો લોકો વધી રહેલી વૈશ્વિક ગરમી એટલે કે ગ્લોબલ વોર્મિંગને ઓછું નહીં કરશે તો દુનિયામાં બ્યૂબોનિક પ્લેગ (Bubonic Plague)નું જોખમ વધી જશે. આ બીમારીએ પહેલા પણ સમગ્ર દુનિયામાં લાખો લોકોને માર્યા છે. આ જીવલેણ બીમારીનો દુનિયામાં ત્રણવાર હુમલો થઈ ચુક્યો છે. પહેલીવાર તેણે 5 કરોડ, બીજીવાર સમગ્ર યુરોપની એક તૃતિયાંશ આબાદી અને ત્રીજીવાર 80 હજાર લોકોનો જીવ લીધો હતો. તેને બ્લેક ડેથ (Black Death) પણ કહેવામાં આવે છે. રશિયાના ડૉક્ટર અન્ના પોપોવાએ કહ્યું કે, બ્યૂબોનિક પ્લેગ પાછો આવવાની આશંકા એટલા માટે વધારે છે, કારણ કે ગ્લોબલ વોર્મિંગ સતત વધી રહ્યું છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં રશિયા, ચીન અને અમેરિકામાં બ્લેક ડેથના મામલા સામે આવ્યા છે. ડૉ. અન્ના પોપોવાએ કહ્યું કે, તેનું ભયાનકરૂપ આફ્રિકામાં જોવા મળી શકે છે, કારણ કે ત્યાં તેના ફેલાવાની આશંકા વધુ છે.

ડૉ. અન્ના પોપોવાએ કહ્યું કે, પર્યાવરણમાં સતત થઈ રહેલા બદલાવના કારણે જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે. વૈશ્વિક ગરમી વધી રહી છે. આ કારણોને લઈ ઓછી થનારી બીમારીઓ જેવી કે, બ્યૂબોનિક પ્લેગના ફરીવાર ફેલાવાની આશંકા વધી રહી છે. બ્લેક ડેથના મામલા દર વર્ષે વધી રહ્યા છે, કારણ કે આ બીમારી ફેલાવનારી માખીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બ્યૂબોનિક પ્લેગ જે બેક્ટેરિયાના કારણે થાય છે, તેનુ નામ યર્સિનિયા પેસ્ટિસ બેક્ટીરિયમ (Yersinia Pasties Bacterium) છે. આ બેક્ટેરિયા શરીરના લિંફ નોડ્સ, લોહી અને ફેફસા પર હુમલો કરે છે. તેના કારણે આંગળીઓ કાળી પડીને સડવા માંડે છે. નાક સાથે પણ આવુ જ થાય છે. બ્યૂબોનિક પ્લેગને ગાંઠવાળો પ્લેગ પણ કહેવામાં આવે છે, તેમા શરીરમાં અસહ્ય દુઃખાવો, તાવ વગેરે લક્ષણો જોવા મળે છે.

બે-ત્રણ દિવસમાં ગાંઠ નીકળવા માંડે છે. 14 દિવસમાં ગાંઠ પાકી જાય છે. ત્યારબાદ શરીરમાં અસહ્ય દુઃખાવો થાય છે. બ્યૂબોનિક પ્લેગ સૌથી પહેલા જંગલી ઉંદરોને થાય છે. ઉંદરના મર્યા બાદ આ પ્લેગના બેક્ટેરિયા જંતુ દ્વારા માનવ શરીરમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ જ્યારે આ જંતુ માણસોને કરડે છે ત્યારે તે સંક્રામક લિક્વિડ માણસોના લોહીમાં છોડી દે છે. ત્યારબાદ માણસ સંક્રમિત થવા માંડે છે. ઉંદરો મરવાનું શરૂ થવાના બે-ત્રણ અઠવાડિયા બાદ માણસોમાં પ્લેગ ફેલાય છે. દુનિયાભરમાં બ્યૂબોનિક પ્લેગના 2010થી 2015ની વચ્ચે આશરે 3248 મામલા સામે આવી ચુક્યા છે. જેમાંથી 584 લોકોના મોત થઈ ચુક્યા છે. આ વર્ષોમાં મોટાભાગના મામલા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, માડાગાસ્કર, પેરુમાં સામે આવ્યા હતા. આ અગાઉ 1970થી લઈને 1980 સુધી આ બીમારીના મામલા ચીન, ભારત, રશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણ અમેરિકી દેશોમાં મળી આવ્યા હતા.

ડૉ. અન્ના પોપોવાએ જણાવ્યું કે, કોરોના કાળમાં આ બીમારીના મામલા ચીન, મોંગોલિયા અને રશિયામાં સામે આવ્યા, પરંતુ તેને વહેલીતકે નિયંત્રિત કરી લેવામાં આવ્યા હતા. સાઈબેરિયાના તટિય વિસ્તારો તૂવા અને અલ્તાઈમાં હજારો લોકોને બ્યૂબોનિક પ્લેગથી બચાવવા માટે વેક્સીન આપવામાં આવી હતી. અલ્તાઈમાં તો આ બીમારી 60 વર્ષો બાદ નોંધાઈ હતી. ઈતિહાસકારોનું માનવુ છે કે, પ્લેગ અને અન્ય કુખ્યાત સંક્રામક બીમારી માણસોમાં બ્લેક સીની આસપાસ વસેલા પ્રાચીન ગામડાઓમાંથી ફેલાવાની શરૂ થઈ હતી. કારણ કે ત્યાં વસ્તી ગીચતા વધુ હતી. પ્રાણીઓનું પાલન-પોષણ વધુ થતુ હતું, તેમજ તેમની મદદથી જ ખેતી કરવામાં આવતી હતી. જ્યારે પ્રાચીન શહેરોમાં પ્રાણીઓ સંબંધી બીમારીઓ એટલે કે જૂનોટિક ડિસીઝની ઉત્પત્તિ થઈ હતી. આ બીમારીઓ પ્રાણીઓ દ્વારા માણસોમાં ફેલાઈ હતી.

યર્સિનિયા પેસ્ટિસની સ્ટડી પરથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, તેના પૂર્વજ બેક્ટેરિયા એટલા સંક્રામક અને જીવલેણ નહોતા, જેટલા કે આ છે. નિયોલિથિક કાળમાં પશ્ચિમી યૂરોપમાં આવા બેક્ટેરિયાના કારણે આબાદીમાં ભારે ઘટાડો આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp