દેશમાં પહેલીવાર લોન્ચ થયું એવું ઇલેક્ટ્રિક સ્કૂટર, જેની કિંમતમાં ખરીદી લેશો કાર

PC: bmwmotorcycles.com

જર્મનીની પ્રમુખ ટૂ વ્હીલર નિર્માતા કંપની BMW મોટોરરાડે આજે ભારતીય બજારમાં પોતાનું પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર BMW CE 04 લોન્ચ કર્યું છે. લુક અને ડિઝાઇનના મામલે આ ઇલેક્ટ્રિક હવે અહીંના બજારોમાં ઉપલબ્ધ કોઈ પણ મોડલથી એકદમ અલગ છે. આકર્ષક લુક અને શાનદાર બેટરી પેકથી લેસ આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 14.90 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) નક્કી કરવામાં આવી છે. જાહેર છે કે આ દેશનું સૌથી મોંઘું ઇલેક્ટ્રિક સ્કૂટર છે અને તેની કિંમતમાં તમે Nexon EV ખરીદી શકો છે.

Nexon EV SUVની શરૂઆતી કિંમત 14.49 લાખ રૂપિયા છે. કંપનીએ આ સ્કૂટરમાં 8.5 kWhની ક્ષમતાનું મોટું બેટરી પેક આપ્યું છે જે સિંગલ ચાર્જમાં 130 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. તેમાં લિક્વિડ કૂલ્ડ પર્મનેન્ટ મેગ્નેટ ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે જે 42hpનો પાવર અને 62Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર માત્ર 2.6 સેકંડમાં જ 0 થી 50 કિમી પ્રતિ કલાકની ગતિ પકડવામાં સક્ષમ છે. તેની ટોપ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક છે.

આ સ્કૂટર સાથે 2 ચાર્જરનો વિકલ્પ આપવામાં આવ્યો છે. એક છે 2.3 kWનું, જેને સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી રહ્યું છે, અને બીજુ 6.9 kWનું વૈકલ્પિક ચાર્જર છે. BMWનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરને સ્ટાન્ડર્ડ ચાર્જરથી ચાર્જ કરવામાં લગભગ 4 કલાક 20 મિનિટનો સમય લાગે છે. તો 6.9 kWના મોટા ચાર્જરથી આ સ્કૂટરની બેટરીને માત્ર 1 કલાક 40 મિનિટમાં જ ચાર્જ કરી શકાય છે. BMW CE 04માં ઓલ LED લાઇટિંગ, બ્લૂટૂથ કંપેટિબલ 10.25 ઇંચ TFT ડિસ્પ્લે, કીલેસ ઈગ્નિશન.

3 રાઇડિંગ મોડ (ઇકો, રેન, રોડ), એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), સ્વીચેબલ ટ્રેક્શન કંટ્રોલ, મેન સ્ટેન્ડ અને રિવર્સ મોડ જેવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં તમારા સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે C ટાઈપ USB પોર્ટ પણ આપવામાં આવ્યું છે. તેમાં એક વેન્ટિલેટેડ સ્ટોરેજ કંપાર્ટમેન્ટ મળે છે અને સાથે જ એક ડિડિકેટેડ લાઇટ સાથે સાઇડ માઉન્ટેડ સ્ટોરેજ કંપાર્ટમેન્ટ પણ આપવામાં આવ્યો છે. સ્ટીલ ડબલ લૂપ ફ્રેમ પર બેઝ્ડ આ ઇલેક્ટ્રિક સ્કૂટરના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછલા હિસ્સામાં એક ઓફસેટ મોનોશૉક સસ્પેન્શન આપવામાં આવ્યું છે.

બ્રેકિંગની વાત કરીએ તો તેની સામેની તરફ ટ્વીન 265 મીમી ડિસ્ક બ્રેક આપવામાં આવી છે અને પાછળ તરફ સિંગલ પિસ્ટન એક્સિયલ કેલિપર સાથે 265 મીમી ડિસ્ક બ્રેક મળે છે. આ સ્કૂટરમાં 15 ઈંચનું વ્હીલ આપવામાં આવ્યું છે, કંપનીનું કહેવું છે કે, આ સીટની ઊંચાઈ 780 મીમી છે જે શૉટ હાઇટવાળાઓ માટે પણ યોગ્ય છે. તો તેનું કુલ વજન 231 કિગ્રા છે. આ સ્કૂટર બ્લૂ અને વ્હાઇટ કલરમાં રજૂ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp