BSNLએ ભારતમાં પ્રથમ સેટેલાઇટ-ટુ-ડિવાઈસ સર્વિસ શરૂ કરી, Jio-Airtel ટેન્શનમાં

PC: bsnl.co.in

ટેલિકોમ સેક્ટરની સરકારી કંપની BSNLએ ભારતમાં સેટેલાઇટ-ટુ-ડિવાઈસ સેવા શરૂ કરી છે. BSNL આ સેવા શરૂ કરનાર દેશની પ્રથમ કંપની બની ગઈ છે. આ સેવાની મદદથી, નેટવર્ક ન હોય તો પણ તમે ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરી શકશો.

આના માટે BSNLએ અમેરિકન સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપની Viasat સાથે ભાગીદારી કરી છે. કંપનીએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ 2024માં તેની સેટેલાઇટ-આધારિત દ્વિ-માર્ગીય મેસેજિંગ સેવાનો ડેમો સફળતાપૂર્વક રજૂ કર્યો હતો.

સેટેલાઇટ-ટુ-ડિવાઈસ સર્વિસના નામ પરથી જ ખબર પડી જાય છે કે, આ પ્રક્રિયામાં સેટેલાઇટની મદદથી ડિવાઈસને સીધી સેવા પૂરી પાડવામાં આવશે. હાલમાં, ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરવા માટે આપણે ટેલિકોમ ટાવર પર નિર્ભર રહેવું પડે છે. જેના કારણે અનેક ખુબ અંદરના વિસ્તારોમાં નેટવર્ક આવતું નથી. આવી સ્થિતિમાં, સેટેલાઇટ-ટુ-ડિવાઈસ સેવાની મદદથી, આવા વિસ્તારોમાં પણ લોકોને કનેક્ટિવિટીના વધુ સારા વિકલ્પો મળશે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે પોસ્ટ કર્યું છે. DoTએ લખ્યું, 'BSNLએ દેશની પ્રથમ સેટેલાઇટ-ટુ-ડિવાઈસ સેવા શરૂ કરી છે. હવે ભારતના દૂરના આંતરિક વિસ્તારોમાં પણ સરળતાથી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.'

આ મેસેજની સાથે DoTએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં આ સેવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા, Viasatએ કહ્યું હતું કે, તેઓ ભારતમાં BSNL સહિત અન્ય કંપનીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે, જેથી ઉપગ્રહ સેવાઓનો ગ્રાહકો અને IoT ઉપકરણો સુધી વિસ્તાર કરી શકાય.

ટ્રાયલમાં, Viasatએ દ્વિ-માર્ગીય સંચાર અને ઇમરજન્સી SOS મેસેજિંગ સેવાઓનો ડેમો બતાવ્યો હતો. આ સેવાઓનો ડેમો એક કોમર્શિયલ એન્ડ્રોઇડ સ્માર્ટફોન દ્વારા નોન-ટેરેસ્ટ્રીયલ નેટવર્ક (NTN) કનેક્ટિવિટીનો ઉપયોગ કરીને બતાવવામાં આવ્યો હતો.

તેના દ્વારા 36 હજાર કિલોમીટર દૂર Viasatના L-બેન્ડ સેટેલાઇટને સંદેશ મોકલવામાં આવ્યો હતો. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં, Viasatએ કહ્યું હતું કે, ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ કનેક્ટિવિટી એ એક નવી ટેક્નોલોજી છે, જે મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, કારની સાથે સાથે ઔદ્યોગિક મશીનરી અને ટ્રાન્સપોર્ટ ઓપરેટરો ટેરેસ્ટ્રિયલ અને સેટેલાઈટ નેટવર્ક્સ સાથે સરળતાથી કનેક્ટેડ રહી શકશે.

જો કે, ટેલિકોમ વિભાગ, BSNL અને Viasatએ આ સેવાની ઉપલબ્ધતા, પ્રદેશ અને કિંમત વિશે કોઈ માહિતી શેર કરી નથી. આ સેવા દ્વારા, BSNL ચોક્કસપણે અન્ય ટેલિકોમ કંપનીઓ કરતાં એક ડગલું આગળ વધી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp