ચેન્નાઇના યુવકનો દાવોઃ ચંદ્રયાન 2 રોવર એકદમ ઠીક, જાણો ISROએ શું કહ્યુ

PC: twitter.com

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) તરફથી 22 જુલાઇ, 2019ના રોજ ચંદ્ર પર મોકલવામાં આવેલા ચંદ્રયાન-2ને લઈને ચેન્નઇના એક યુવકે મોટો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે, ચંદ્રયાન-2 હેઠળ ચંદ્ર પર મોકલવામાં આવેલું પ્રજ્ઞાન રોવર એકદમ સારું છે. તેનો એવો પણ દાવો છે કે આ રોવર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ થયા બાદ તે કેટલાક મીટર સુધી આગળ પણ વધ્યું છે. શનમુગા સુબ્રમણ્યમ નામના આ યુવકનું કહેવું છે કે, અમેરિકાની અંતરીક્ષ એજન્સી NASA તરફથી જાહેર કરવામાં આવેલા ફોટાના વિશ્લેષણથી તે આ પરિણામ સુધી પહોંચ્યો છે.

શનમુગા સુબ્રમણ્યમ ટેક્નિકલી નિપુણ છે. તો સુબ્રમણ્યમની આ જાણકારી પર ISROના ચેરમેન કે. સિવાને પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, અમને સુબ્રમણ્યમ પાસેથી જાણકારી મળી છે. અમારા વિશેષજ્ઞ આ બાબતનું વિશ્લેષણ કરી રહ્યા છે. ISROએ 22 જુલાઇ, 2019ના રોજ મહત્ત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતું. આ મિશન હેઠળ પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર ચંદ્રમા પર મોકલવામાં આવ્યા હતા પરંતુ, 6 સપ્ટેમ્બરના રોજ સોફ્ટ લેન્ડિંગના સમયે ISROનો સંપર્ક તૂટી ગયો હતો. સુબ્રમણ્યમ આ પહેલા પણ વિક્રમ લેન્ડરનો કાટમાળ NASAના ફોટાઓ દ્વારા શોધવાનો દાવો કરી ચુક્યો છે. આ વખતે તે પ્રજ્ઞાન રોવરને શોધવાનો દાવો કરી રહ્યો છે.

સુબ્રમણ્યમે પોતાના ટ્વીટર પર તેને લઈને કેટલાક ટ્વીટ કર્યા છે. તેમાં તેણે લખ્યું કે, ‘1. મેં જે કાટમાળ શોધ્યો છે તે વિક્રમ લેન્ડરનો હતો. 2. NASAએ જે કાટમાળ શોધ્યો હતો એ લગભગ બીજા પેલોડ, એન્ટિના, રેટ્રો બ્રેકિંગ એન્જિન, સોલર પેનલ કે અન્ય વસ્તુનો હતો. 3. વિક્રમ રોવર લેન્ડર બહાર નીકળ્યું હતું અને કેટલાક મીટર સુધી તે ચાલ્યું પણ હતું. સુબ્રમણ્યમનું કહેવું છે કે, ચંદ્ર પર પ્રજ્ઞાન રોવરને ઓળખવું મુશ્કેલ છે કારણ કે, તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રહેલું છે. એ ભાગમાં ઉજાસ ઓછો આવે છે. આ જ કારણ છે કે NASAના 11 નવેમ્બરે ફ્લાઇબાઈ દરમિયાન એ નહોતું દેખાયું. તેનું કહેવું છે કે, એમ લાગે છે કે લેન્ડર સુધી થોડા દિવસ સુધી કમાન્ડ પહોંચ્યા હતા. આ વાતની પણ પૂરી સંભાવના છે કે, લેન્ડર કમાન્ડ રિસીવ કરી રહ્યું હશે. તે તેને પ્રજ્ઞાન રોવર સુધી પણ મોકલી રહ્યું હશે પરંતુ, તેને પરત ધરતી પર મોકલવામાં તે સક્ષમ નહીં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp