કોરોના વાયરસ ઈફેક્ટઃ ભારતમાં Xiaomiનો આ ફોન થયો મોંઘો

PC: latestlaws.com

ચીનના કોરોના વાયરસની અસર હવે ટેક ઈન્ડસ્ટ્રી પર પણ દેખાઈ રહી છે. ભારતીય સ્માર્ટફોન માર્કેટ પર ચીની કંપનીઓનો એક તરફથી કબ્જો છે. એવામાં પ્રોડ્શનમાં ઘટાડો થવાના કારણે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ઘણા બધા બદલાવો આવી શકે છે.

ચીની સ્માર્ટફોન મેકર Xiaomiએ Redmi Note 8 સ્માર્ટફોનની કિંમતો વધારી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કોરોના વાયરસના કારણે સપ્લાય ચેન પ્રભાવિત થવાના કારણે કિંમતો વધી રહી છે.

Redmi Note 8ના 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 9999 રૂપિયા હતી. પરંતુ હવે તેની કિંમત વધીને 10499 રૂપિયા થઈ ગઈ છે. જોકે, Redmi Note 8ના 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત હજુ પણ 12999 રૂપિયા જ દેખાઈ રહી છે.

નવી કિંમતો Amazon Indiaની વેબસાઈટ અને Mi.Com પર દેખાઈ રહી છે. ચીની ટેક કંપની Xiaomiએ કહ્યું છે કે, આ પ્રાઈઝ હાઈક પરમેનન્ટ નથી અને સ્ટેબલ થયા બાદ તેને ફરીથી ઓરિજિનલ કિંમતો પર જ વેચવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનું સંક્રમણ હાલ ચીન સહિત બીજા દેશોમાં પહોંચી રહ્યું છે. આ જ કારણ છ કે, વર્ષનો સૌથી મોટો મોબાઈલ શો Mobile World Congressને રદ્દ કરી દેવામાં આવ્યો છે. MWC સ્પેનના બાર્સેલોનામાં આયોજિત કરવામાં આવે છે.

છેલ્લાં કેટલાક દિવસોથી સતત એક પછી એક મોટી કંપનીઓએ MWC અટેન્ડ કરવાની ના પાડી દીધી હતી. તેમાં Intel, Facebook, Amazon, AT&T, Sony અને Nokia જેવી કંપનીઓ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp