ભારતીય વૈજ્ઞાનિકે રચ્યો ઇતિહાસ! શોધી કાઢ્યો ગુરુ કરતા 13 ગણો મોટો એલિયન ગ્રહ
ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL) અમદાવાદના પ્રોફેસર અભિજીત ચક્રવર્તીની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય ટીમે એક એલિયન ગ્રહની શોધ કરી છે. તેનો આકાર, ગુરુ ગ્રહ કરતા 13 ગણો મોટો છે. ગ્રહ વિશે વિવરણ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ લેટર્સ પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. ભારત, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ અને અમેરિકાના વૈજ્ઞાનિકોવાળી ટીમે ગ્રહના દ્રવ્યમાનને સચોટરીતે માપવા માટે માઉન્ટ આબૂમાં ગુરુશિખર વેધશાળામાં સ્વદેશી PRL ઉન્નત રેડિયલ- વેગ અબૂ- સ્કાઈ સર્ચ સ્પેક્ટ્રોગ્રાફ (PARAS) નો ઉપયોગ કર્યો. આ એલિયન ગ્રહનું દ્રવ્યમાન 14 g/cm3 જણાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભારતના PRL વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવેલો આ ત્રીજો એક્સોપ્લેનેટ છે. તેનું વિસ્તૃત વિવરણ ખગોળ વિજ્ઞાન અને ખગોળ ભૌતિકી પત્ર પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે. નવો શોધવામાં આવેલો ગ્રહ TOI4603 અથવા HD 245134 નામના એક તારાની પરિક્રમા કરે છે. નાસાએ પહેલા આ સ્ટારને અજ્ઞાત પ્રકૃતિવાળા દ્વિતીયક નિકાયના સંભવિત ઉમેદવારના રૂપમાં જાહેર કર્યો હતો. પરંતુ, બાદમાં વૈજ્ઞાનિકોએ તેની વધુ જાણકારી ભેગી કરી તેને ગ્રહ જાહેર કરવામાં સફળતા મેળવી છે અને તેને TOI 4603b અથવા HD 245134b નામ આપવામાં આવ્યું છે.
આ ગ્રહ પૃથ્વીથી 731 પ્રકાશ વર્ષ દૂર સ્થિત છે અને દર 7.24 દિવસોમાં પોતાના તારાની પરિક્રમા કરે છે. ગ્રહ 1396 ડિગ્રી સેલ્સિયસના તાપમાન સાથે ખૂબ જ ગરમ છે. ISRO એ પોતાના શોધ પત્રમાં જણાવ્યું હતું કે, આ શોધને જે અલગ કરે છે તે એ છે કે, આ ગ્રહ મોટા વિશાળ ગ્રહો અને ઓછાં દ્રવ્યમાનવાળા ભૂરા બૌનોની ટ્રાન્ઝિશન દ્રવ્યમાન સીમામાં આવે છે.
જણાવવામાં આવ્યું કે, તેનું દ્રવ્યમાન ગુરુ ગ્રહના દ્રવ્યમાનના 11થી 16 ગણા સુધી છે. તેમજ, જીવવની શોધમાં હજુ સુધી 5000 કરતા વધુ એક્સોપ્લેન્ટ શોધવામાં આવી ચુક્યા છે. જેની અલગ- અલગ પ્રકૃતિ, ગુણ અને વાતાવરણ બધુ જ અલગ છે. પરંતુ, શોધવામાં આવેલા નવા એક્સોપ્લેન્ટ TOI 4603b ના દ્રવ્યમાનની શ્રેણી વાળા માત્ર પાંચ જ જાણીતા એક્સોપ્લેનેટ છે. આ એક્સોપ્લેનેટ પોતાના મેજબાનથી સૂર્ય- પૃથ્વીના અંતરના 1/10 ભાગના અંતર પર સ્થિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp