Maruti, Mahindra, Tata અને Hyundaiની આ ગાડીઓ પર મળી રહ્યુ છે ડિસ્કાઉન્ટ

PC: motorbeam.com

કાર કંપનીઓ જાન્યુઆરીમાં ભાવ વધારતા પહેલા ગ્રાહકોને આકર્ષિત કરવા તેમજ વર્ષના અંતમાં પોતાની ઈનવેંટરી પૂરી કરવા માટે ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ મનપંસદ કાર ખરીદવા માટેનો યોગ્ય સમય બની શકે છે. ફેસ્ટિવ સિઝનમાં ઓછા વેચાણને કારણે કાર કંપનીઓ ઈનવેંટરી ઘટાડવા માટે સંઘર્ષ કરી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ગાડીઓ પર 20-25 ટકા વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે.

મળતી માહિતી અનુસાર, ડિસ્કાઉન્ટ ઓફર આ વખતે સૌથી વધુ છે. ઓટો કંપનીઓએ ફેસ્ટિવ સિઝનમાં ભારે માંગની આશાને પગલે ગાડીઓનો વધુ સ્ટોક કર્યો હતો. જોકે, વેચાણ ઓછુ રહ્યુ આથી કંપનીઓ નવા વર્ષની શરૂઆત પહેલા જુનો સ્ટોક કાઢવા માટે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આંકડાઓ અનુસાર, નવરાત્રિથી શરૂ થતા 42 દિવસના ફેસ્ટિવ સિઝનમાં પેસેન્જર વ્હિકલ્સના રિટેલ વેચાણમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે. આમ, કંપનીઓ પાસે જુની ગાડીઓનો સ્ટોક પણ વધુ છે. આ ઉપરાંત, નવા વર્ષમાં ગાડીઓની રિસેલ વેલ્યૂમાં પણ ઘટાડો આવે છે. કાર કંપનીઓએ વેચાણમાં ઘટાડો થતા પ્રમોશનલ ઓફર્સ શરૂ કરી દીધી છે. આ વખતે સ્ટોક થોડો વધુ છે, આથી ડિસ્કાઉન્ટ પણ એટલુ વધુ આપવામાં આવી રહ્યુ છે.

દેશની સૌથી મોટી કાર કંપની Maruti Suzuki Alto 800, Celerio અને WagonR જેવી નાની ગાડીઓ પર 60000થી 80000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની નવા Ciaz મોડલ પર 90000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ બેનિફિટ આપી રહી છે.

કોરિયાઈ કંપની Hyundai EON, Grand i10, Elite I20, Accent અને Verna મોડલ પર 65000થી 95000 રૂપિયા સુધીની બચત ઓફર કરી રહી છે. Tataએ Tigor, Tiago, Hexa સહિત અન્ય મોડલ્સ પર 39000થી 93000 સુધીની ઓફર આપી રહી છે. Mahindra Bolero પર 40000 રૂપિયા અને Scorpio પર 84000 રૂપિયાનુ બેનિફિટ મળી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp