પાકિસ્તાનની ચિંતા વધારશે આ સ્વદેશી એન્ટી ટેંક મિસાઈલ, પોખરણમાં કરાયુ સફળ પરીક્ષણ

PC: marujala.com

ભારતે પોખરણ પરીક્ષણ ફાયરિંગ રેન્જમાં સ્વદેશી મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. પાકિસ્તાનને પરસેવો છોડાવનારી સ્વદેશી નાગ એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલનું ત્રણવાર પરીક્ષણ કરવામાં આવ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન દિવસ અને રાતના સમયમાં મિસાઈલનું ટેસ્ટ લોન્ચ કરવામાં આવ્યું, જે સંપૂર્ણરીતે સફળ રહ્યું.

સ્વદેશી નાગ એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ પાકિસ્તાની ટેન્કોને સરળતાથી પોતાનો ટાર્ગેટ બનાવવામાં સક્ષમ છે. રવિવારે DRDO દ્વારા વિકસિત એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલનું પોખરણમાં સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઈલથી સૈન્યને ખૂબ જ મદદ મળશે.

શું છે ખાસિયતો

  • નાગ મિસાઈલ યુદ્ધમાં દુશ્મનોના ટેંકને 4 કિમી દૂરથી જ ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે.
  • રાત્રે અંધારામાં પણ પોતાના ટાર્ગેટને નષ્ટ કરી શકે છે.
  • થર્મલ ટાર્ગેટ સિસ્ટમ (TTS) ટેકનિક પર કામ કરે છે. આ ટેકનિકથી ઓપરેશનલ ટેન્કની થર્મલ ઈમેજ ક્રિએટ થઈ જાય છે. ત્યારબાદ ટાર્ગેટને લોક કરીને મિસાઈલ છોડવામાં આવે છે.
  • મિસાઈલ લોન્ચ થયા બાદ ઈમેજિન ઈફ્રારેડ રડારથી મિસાઈલ લોક્ડ ટાર્હેટને ફોલો કરીને હિટ કરે છે. લોન્ચિંગ બાદ તેને કોઈપણ પ્રકારના એક્ટટર્નલ કમાન્ડની જરૂર નથી પડતી.
  • મિસાઈલનું વજન 42 કિલો છે.
  • તેની લંબાઈ 6 ફુટ 3 ઈંચ એટલે કે 1.90 મીટર છે.
  • મિસાઈલનો વ્યાસ 190mm એટલે 7.5 ઈંચ છે.
  • તે ફાઈવ મિસાઈલ સિસ્ટમ પર આધારિત છે.
  • મિસાઈલની સ્પીડ 230 એમ/એસ છે.
  • તેની ગાઈડેડ સિસ્ટમ એક્ટિવ ઈમેજિન ઈન્ફ્રારેડ રડાર સીકર પર આધારિત છે.
  • તેની રેન્જ 500 મીટરથી 4 કિમી સુધીની હશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp