ઓક્ટોબરમાં સૌથી વધુ વેચાયેલી કારમાં Maruti Suzukiની 10માંથી 8 કાર, જુઓ લિસ્ટ

PC: newindianexpress.com

દિગ્ગજ ઑટોમોબાઈલ કંપની Maruti Suzukiનું જોરદાર પર્ફોમન્સ ચાલી રહ્યું છે. ઓક્ટોબરની ટોપ 10 બેસ્ટ સેલિંગ કારમાં  મારુતિની 8 કારોએ જગ્યા બનાવી છે. જેમાં Maruti Suzukiની Dzire પહેલા સ્થાને છે. જે ઓક્ટોબર મહિનાની સૌથી પોપ્યુલર સેડાન કાર રહી. Maruti Suzukiની Dzire કારના કુલ 19,569 યૂનિટ ઓક્ટોબર મહિનામાં વેચાયા હતા. જે ઓક્ટોબર 2018ની તુલનામાં 12.44 ટકા વધારે છે.

લિસ્ટમાં બીજા સ્થાને સ્વિફ્ટઃ

ઓક્ટોબર મહિનામાં બ્રેઝાને છોડીને મારુતિની દરેક કારોએ વોચાણમાં સારુ પ્રદર્શન આપ્યું છે. ઓક્ટોબર 2019માં ટોપ 10 કારોનું કુલ વેચાણ 1,45,878 યૂનિટ રહ્યું. જે ગયા વર્ષની તુલનામાં 16.62 ટકા વધારે છે. ગયા વર્ષે ઓક્ટોબર 2018માં ટોપ 10 ગાડીઓનું કુલ વેચાણ 1,21,947 યૂનિટ હતું. ઓક્ટોબર 2019માં ટોપ 10 કારોમાં બીજા સ્થાને મારુતિની સ્વિફ્ટ કાર રહી. જેના ટોટલ 19,401 યૂનિટ વેચાયા.

Top 10 બેસ્ટ સેલિંગ કારઃ

  • Maruti Suzuki Dzire- 19,569 યૂનિટ
  • Maruti Suzuki Swift- 19,401 યૂનિટ
  • Maruti Suzuki Alto- 17,903 યૂનિટ
  • Maruti Baleno- 16,237 યૂનિટ
  • Hyundai i20- 14,683 યૂનિટ
  • Maruti WagonR- 14,359 યૂનિટ
  • Kia Seltos- 12,854 યૂનિટ
  • Maruti Suzuki S-Presso - 10,634 યૂનિટ
  • Maruti Brezza
  • Maruti Eco

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp