New Royal Enfield Classic 350મા નવું ખાસ શું છે, શું ખરીદવી જોઈએ, વાંચો Review

PC: royalenfield.com

ભારતમાં 350cc બાઈક સેગમેન્ટમાં છેલ્લાં 11 વર્ષ કરતા વધુ સમયથી જે એક દેશી કંપનીની બાઈક હંમેશાં ચર્ચામાં હોય છે અને સૌથી વધુ વેચાણ થાય છે, તે બાઈક છે Royal Enfield Classic 350. Royal Enfieldએ હવે પોતાની સૌથી ખાસ બાઈકને એક નવા અવતારમાં રજૂ કરી છે, જેનો લુક તો ક્લાસિક છે, પરંતુ તેના ફીચર્સ લેટેસ્ટ છે. સાથે જ તેમા કંફર્ટનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. New Generation Classic 350ને Chrome, Dark, Halcyon, Redditch અને Signals જેવા 5 વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવી છે. જેમા બેઝ વેરિયન્ટની કિંમત 1.84 લાખ રૂપિયા અને ટોપ વેરિયન્ટ New Claasic 350 Chromeની કિંમત 2.15 લાખ રૂપિયા (એક્સ શોરૂમ પ્રાઈઝ) છે. અહીં તેના ફીચર્સ અને કિંમત વિશે વાત કરવામાં આવી છે.

નવુ એન્જિન અને બ્રાન્ડ ન્યૂ જે પ્લેટફોર્મ

આ નવી Classic 350નું ટોપ મોડલ ક્લાસિક ક્રોમ છે. 2021 ક્લાસિક 350ને કંપનીના બ્રાન્ડ ન્યૂ J પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ જ પ્લેટફોર્મ પર Royal Enfieldએ પોતાની ક્રૂઝર બાઈક મીટિયોર 350 પણ બનાવી છે. નવી Classic 350માં 349ccનું નવુ એન્જિન છે, જે 20.2bhpનો પાવર અને 27Nm ટોર્ક જનરેટ કરે છે. તેના એગ્ઝોસ્ટ સાઉન્ડની વાત કરીએ તો જૂની Classic 350 કરતા નવી Classic 350નો સાઉન્ડ અલગ છે.

ઓછું વાઈબ્રેશન એટલે કે સારો રાઈડિંગ એક્સપીરિયન્સ

Royal Enfieldની બાઈક્સ ચલાવનારાઓને ફરિયાદ હોય છે કે તેમા વાઈબ્રેશન ખૂબ જ વધુ હોય છે અને કદાચ આ જ કારણે લોકોની ફરિયાદ દૂર કરવા કંપનીએ ઓછાં વાઈબ્રેશનવાળી બાઈક બનાવી છે. ઓછું વાઈબ્રેશન હોવાના કારણે તમને સારો રાઈડિંગ એક્સપીરિયન્સ મળે છે. જો તમે તેને 100 કિમીની સ્પીડ પર ચલાવો તો થોડું વાઈબ્રેશન ફીલ થાય છે.

સેમી ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર અને ટ્રિપર નેવિગેશન

નવી Classic 350માં ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરવાળું સેટઅપ આપવામાં આવ્યું છે, જેમા કંપનીએ લોકોની જરૂરિયાતનું ખાસ ધ્યાન રાખીને ટ્રિપર નેવિગેશન આપ્યું છે અને તેમા ગૂગલની મદદથી ટર્ન બાય ટર્ન નેવિગેશનની સુવિધા મળે છે. આ સાથે જ એક નાનું સેમી ડિજિટલ ફ્યૂઅલ ગેજ સેટઅપ પણ આપવામાં આવ્યું છે, જેમા તમને ટ્રિપ અને ફ્યૂઅલ વિશે જાણકારી મળે છે.

કંપનીએ તેના ફ્યૂઅલ ટેન્ક પર પ્રીમિયમ બાઈક્સવાળો લોગો આપ્યો છે, જે તેને રેટ્રો ફીલ આપે છે. સાથે જ એક જ જગ્યાએ ચાવી લગાવીને તમે બાઈકને ઓન પણ કરી શકો છો અને લોક પણ કરી શકો છો. જૂની Classic 350માં લોક કરવા માટે હેન્ડલની નીચે લોક આપવામાં આવતું હતું.

સ્મૂધ ગિયર, ક્લચ અને હેન્ડલબાર ફંક્શન સ્વિચ

નવી Classic 350માં રોયલ એનફીલ્ડે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે, ગિયર બદલતી વખતે અને ક્લચ દબાવતી વખતે વધુ જોર ના આપવું પડે અને હાથ-પગ પર વધુ જોર ના આવે, આથી ગિયર અને ક્લચને સ્મૂધ રાખવામાં આવ્યા છે. આ સાથે જ હેન્ડલબાર પર રોયલ એનફીલ્ડે મીટિયોર 350 જેવી જ ફંક્શન સ્વિચો આપી છે.

રેટ્રો લુકની સાથે જ કંમ્ફર્ટ પણ

નવી Classic 350ને કંપનીએ રેટ્રો લુક અને લેટેસ્ટ ફીચર્સની સાથે રજૂ કરી છે, જેનો ફાયદો એ છે કે, લુકમાં જૂની ક્લાસિક અને નવી Classic 350માં વધુ તફાવત નથી દેખાતો, પરંતુ ફીચર્સના મામલામાં તે નવી છે. કમ્ફર્ટની વાત કરીએ તો તેની ડ્રાઈવિંગ સીટની સાથે પણ પીલિયન સીટ પણ કમ્ફર્ટેબલ છે અને તમે આ બાઈકને લાંબા અંતર સુધી પણ આરામથી લઈ જઈ શકો છો. આ બાઈક પર તમારો કંટ્રોલ બન્યો રહે છે અને નવા સસ્પેન્શન, એબીએસની સાથે જ ડિસ્ક બ્રેકના કારણે તમને સરળતા રહે છે.

Royal Enfield New Classic 350 વેરિયન્ટ્સ અને પ્રાઈઝ

New Classic 350 Redditch Variant: 1.84 લાખ રૂપિયા

New Classic 350 Halcyon Variant: 1.93 લાખ રૂપિયા

New Classic 350 Signals Variant: 2.04 લાખ રૂપિયા

New Classic 350 Dark Variant: 2.11 લાખ રૂપિયા

New Classic 350 Chrome Variant: 2.15 લાખ રૂપિયા

(EX-Showroom Price)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp