Google Pixel 4 અને Pixel 4 XL લોન્ચ, જાણો કિંમત

PC: toiimg.com

Googleએ તેના મેડ બાય ગૂગલ ઈવેન્ટ દ્વારા તેની Google Pixel સીરીઝ લોન્ચ કરી દીધી છે. Google Pixel 4 સીરીઝની રાહ લાંબા સમયથી જોવાઈ રહી હતી. આ ફોનની સાથે કંપનીએ પિક્સલ બર્ડ્સ અને નેસ્ટ ડિવાઈસ સહિત અન્ય ઘણાં ડિવાઈસ પણ લોન્ચ કરી દીધા છે.

કલરઃ

ફોનનાં 3 કલર છે. જસ્ટ બ્લેક, ક્લિઅરલી વ્હાઈટ અને ઓહ સો ઓરેન્જ. જોકે, ઓરેન્જ મોડલ લિમિટેડ એડિશન છે.

રેડાર સેંસરવાળો દુનિયાનો પહેલો ફોનઃ

Google Pixel દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન છે જેમાં રેડાર સેંસર ફિચર આપવામાં આવ્યું છે. જેના માટે ફોનમાં Soli મોશન સેંસિંગ રેડાર આપવામાં આવ્યું છે. આ પહેલા કોઈ પણ સ્માર્ટફોને આ ફિચરનો ઉપયોગ કર્યો નથી.

શું છે Soli રેડાર સેંસરઃ

ગૂગલ પાછલા ઘણાં સમયથી આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. Soli એક મોશન સેંસિંગ રેડાર છે, જેના ફોનનાં ફોરહેડ એટલે કે ઉપરના ભાગમાં લગાવવામાં આવ્યું છે. જેનું કામ ફોનની આસપાસ મોશનને સેંસ કરવાનું છે. આ મોશન સેંસિંગ રેડાર આપણા હાથોના જેસ્ચરને તેની રેડિયો તરંગોથી કેચ કરે છે, જેનાથી યૂઝર ફોનને ટચ કર્યા વિના પણ ઉપયોગ કરી શકે છે.

ઓટોમેટિક એજસ્ટેબલ રિફ્રેશ રેટઃ

બંને મોડલમાં 90Hzનો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. જો તમે ફોનમાં કાંઈ ખાસ નથી કરી રહ્યા તો ફોન જાતે જ રિફ્રેશ રેટ બદલીને 60Hzનો થઈ જાય છે. જેનાથી બેટરી બેકઅપને વધારે સારું કરી શકાય છે.

કેમેરોઃ

Pixel 4 નવા કંપ્યૂટેશનલ ફોટોગ્રાફી ફિચરની સાથે આવે છે. જેમાં લાઈવ HDR+ અને ડ્યૂઅલ એક્સપોઝર કન્ટ્રોલ પણ છે. જેના દ્વારા આર્ટિસ્ટિક ફોટોગ્રાફી કરી શકાય છે. વાઈટ બેલેન્સને કારણે બ્લૂ લાઈટમાં પણ ક્લિક કરેલી ઈમેજ સારી આવે છે.

બંને હેન્ડસેટમાં બે રિયર કેમેરા છે. પિક્સલ 4 સીરીઝમાં 14 મેગાપિક્સવનો પ્રાઈમરી કેમેરો અને 12.2 મેગાપિક્સલનો સેકેંડન્રી કેમેરો છે. જેમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો છે.

બેટરીઃ

Google Pixel 4ની બેટરી 2800mahની છે તો Pixel 4XLમાં 3700mahની બેટરી આપવામાં આવી છે. બંને ફોન 18 વૉટ ફાસ્ટ ચાર્જરની સાથે આવે છે.

કિંમતઃ

Google Pixel 4ની કિંમત 799 ડૉલર એટલે કે 57000 રૂપિયા છે. અને Pixel 4XLની કિંમત 899 ડૉલર એટલે કે 64000 રૂપિયા છે.

સ્પેસિફિકેશનઃ

Pixel 4માં Qualcomm Snapdragon 855 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેમાં 6GB રેમ અને બે મેમરી મોડલ 64GB અને 128GB અવેલેબલ રહેશે. ફોનમાં Android 10 આપવામાં આવ્યું છે.

ભારતમાં લોન્ચ નહિ થાય આ ફોનઃ

Pixel 4 અને Pixel 4 XL માં soli રેડારને કારણે તેને ભારતમાં લોન્ચ કરવામાં આવશે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp