Hondaએ 78000 કારોને પાછી બોલાવવાની કરી જાહેરાત, આ મોડેલ્સના ફ્યૂલ પંપમાં ફોલ્ટ

PC: dailypioneer.com

હોન્ડા કાર્સ લિમિટેડે શુક્રવાર 16 એપ્રિલના રોજ દેશભરથી અમુક મોડલ્સની 77,954 કારો પાછી મગાવવાનું એલાન કર્યું છે. આ કારોમાં ફોલ્ટી ફ્યૂલ પંપ્સને રિપ્લેસ કરવા માટે રિકોલનું એલાન કરવામાં આવ્યું છે. આ ગાડીમાં લાગેલા ફ્યૂલ પંપ્સમાં ડિફેક્ટિવ ઈંપેલર્સ હોઇ શકે છે જે સમય જતા એન્જિન બંધ થવા કે સ્ટાર્ટ ન થવા જેવી સમસ્યા પેદા કરી શકે છે.

આ રિકોલના નિર્ણયથી Amaze, 4th generation City, WR-V, Jazz, Civic, BR-V અને CRVના મોડલ્સની કારો પર પ્રભાવ પડશે, જેનું ઉત્પાદન જાન્યુઆરી 2019થી લઇ સપ્ટેમ્બર 2020ની વચ્ચે થયું હોય. રિપ્લેસમેન્ટ HCILની દેશભરની કોઈપણ ડીલરશિપ પર કોઈપણ કિંમત વિના કરવામાં આવશે અને આ પ્રક્રિયા 17 એપ્રિલથી શરૂ થઇ જશે. દરેક ગાડીના માલિકો સાથે સંપર્ક કરવામાં આવશે.

આ મોડલ્સની કારોને રિકોલ કરવાનો નિર્ણય

જાન્યુઆરી-ઓગસ્ટ 2019 ની વચ્ચે મેન્યુફેક્ચર કરવામાં આવેલી અમેઝની 36,086 યૂનિટ્સ

જાન્યુઆરી-સપ્ટેમ્બર 2019 ની વચ્ચે મેન્યુફેક્ચર થયેલી ફોર્થ જનરેશનની હોન્ડા સિટીના 20,248 યૂનિટ્સ

WR-V ના 7871 યૂનિટ્સ જેને જાન્યુઆરી-ઓગસ્ટ 2019 ની વચ્ચે મેન્યુફેક્ચર કરવામાં આવ્યા

જાન્યુઆરી-ઓગસ્ટ 2019 ની વચ્ચે મેન્યુફેક્ચર કરવામાં આવેલી Jazzના 6235 યૂનિટ્સ

જાન્યુઆરી-સપ્ટેમ્બર 2019 ની વચ્ચે મેન્યુફેક્ચર રવામાં આવેલી સિવિકની 5170 યૂનિટ્સ

જાન્યુઆરી-ઓક્ટોબર 2019 ની વચ્ચે પ્રોડ્યુસ કરવામાં આવેલી BR-Vના 1737 યૂનિટ્સ

જાન્યુઆરી 2019- સપ્ટેમ્બર 2020 ની વચ્ચે ઉત્પાદન કરવામાં આવેલી CRVના  607 યૂનિટ્સને રિકોલ કરવામાં આવ્યા છે.

ગયા વર્ષે જૂનમાં થયો હતો રિકોલ

હોન્ડા કાર્સ લિમિટેડે ગયા વર્ષે જૂનમાં પણ 65,651 ગાડીઓને રિકોલ કરી હતી, જેમાં અમેઝ, સિટી અને જેઝ કારો સામેલ હતી. જૂન 2020માં રિકોલના નિર્ણયના 2018માં પ્રોડ્યુસ કરેલી ગાડીઓના ફોલ્ટી ફ્યૂલ પંપના કારણે રિકોલનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઈનીશ્યિટિવ હેઠળ કંપનીએ અમેઝના 32,498 યૂનિટ્સ, સિટીના 16,434 યૂનિટ્સ, જૈઝના 7500 યૂનિટ્સ, WR-Vના 7057 યૂનિટ્સ, BR-Vના 1622 યૂનિટ્સ, બ્રિઓના 360 યૂનિટ્સ અને CR-Vના 180 યૂનિટ્સને રિકોલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp