ભારતીય કંપની લાવી રહી છે 250 કિમી બેટરી રેન્જની ઈલેક્ટ્રિક ક્રૂઝર બાઇક

PC: hindustantimes.com

ભારતમાં ક્રૂઝર બાઇકની સારી ડિમાન્ડ છે અને આ સેગમેન્ટમાં બજાજ ઓટો, રોયલ એનફીલ્ડ સહિત ઘણી કંપનીઓએ મોટરસાઇકલ લોન્ચ કરી છે. હવે ક્રૂઝર સેગમેન્ટમાં સ્વદેશી ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની કોમાકી નવી ઈલેક્ટ્રિક બાઇક લોન્ચ કરવાની છે. જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની બેટરી રેન્જ સિંગલ ચાર્જ પર 250 કિલોમીટર સુધીની રહેશે.

પાછલા વર્ષોમાં બાઇક દ્વારા લાંબી મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધી છે. પણ આ સેગમેન્ટમાં ઈલેક્ટ્રિક બાઇક્સ વિશે ઘણાં ઓછા લોકોએ વિચાર્યું. જેની જરૂરત ઘણી છે. એવામાં કોમાકી હવે સિંગલ ચાર્જ પર લાંબા અંતર સુધી ચાલનારી ઈલેક્ટ્રિક બાઇક લોન્ચ કરવાની તૈયારીમાં છે. હાલમાં ભારતમાં કોમાકીના ઈલેક્ટ્રિક સ્કૂટર અને ઈલેક્ટ્રિક બાઈકની સારી ડિમાન્ડ છે. હવે કંપની પોતાના પોર્ટફોલિયોમાં વિસ્તાર કરીને વધારે ક્રૂઝર ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરવા જઇ રહી છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં તેના પરથી પરદો ઉઠી શકે છે.

જોરદાર લુક અને 4kWની બેટરી પેક

આવનારી કોમી રેન્જર ક્રૂઝર ઈલેક્ટ્રિક બાઇકના સંભવિત લુક, ફીચર્સ અને પાવરની વાત કરીએ તો કોમાકી રેન્જરનો લુક સ્પોર્ટી છે. કંપનીનું કહેવું છે કે તેણે રેન્જર ઈલેક્ટ્રિક ક્રૂઝર માટે એક મિલિયન અમેરિકન ડૉલર રોકાણ કર્યું છે. કોમાકીની આ બાઇકમાં 4kWની બેટરી પેક મળી શકે છે. જે અત્યાર સુધીમાં ભારતની એકપણ ઈલેક્ટ્રિક ટુવ્હીલરમાં નથી. કોમાકીનો દાવો છે કે આટલા મોટા બેટરી પેકનો ફાયદો એ રહેશે કે તેની ઈલેક્ટ્રિક ક્રૂઝર સિંગલ ચાર્જ પર 250કિમી સુધી ચાલવામાં સક્ષમ રહી શકે છે.

લેટેસ્ટ ફીચર્સ

રિપોર્ટ્સ અનુસાર, કોમાકી રેન્જરમાં 5000 વોટની મોટર રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોમાકીની આવનારી ઈલેક્ટ્રિક ક્રૂઝર સ્પીડના મામલામાં પણ શાનદાર રહેશે. જેમાં ક્રૂઝ કંટ્રોલ, રિવર્સ સ્વિચ, એડવાન્સ્ડ બ્રેકિંગ સિસ્ટમ, બ્લૂટૂથ કનેક્ટિવિટીની સાથે જ સ્માર્ટફોન સપોર્ટ સહિત અન્ય લેટેસ્ટ ફીચર્સ જોવા મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે તેની કિંમત 2 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે. આવનારા સમયમાં આ બાઇક બજાજા, TVS અને રોયલ એનફીલ્ડની સાથે અન્ય કંપનીઓની બાઈકને ટક્કર આપતી જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp