Innova Hycrossના આ ફીચર્સ તમને બનાવશે કારના દિવાના, લોન્ચ થતા જ મચાવી ધૂમ

PC: motoroctane.com

Toyotaએ પોતાની નવી કાર Innova Hycrossને ઈન્ડોનેશિયામાં લોન્ચ કરી દીધી છે. ઈન્ડોનેશિયન માર્કેટમાં તેને Innova Zenix નામથી લોન્ચ કરવામાં આવી છે. Toyotaની આ ગાડીમાં SUV ગાડીમાં જોવા મળતા ઘણા બધા ફીચર્સની ઝલક જોવા મળશે. ભારતમાં આ કાર Innova Hycrossના નામથી 25 નવેમ્બરના લોન્ચ કરવામાં આવવાની છે.

આ કારને 2.0 લિટર સ્ટ્રોંગ હાઈબ્રિડ એન્જિનથી લેસ કરવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગાડીની એવરેજ 20 કિમી પ્રતિ લિટરની છે. આ કારમાં ડિઝલ એન્જિન નથી આપવામાં આવ્યું. આ MPVને કંપનીએ ઘણા મોટા બદલાવો સાથે લોન્ચ કરી છે, જોકે તેને હાલની Innova Crystaથી એકદમ અલગ બનાવી છે.

ભારતીય માર્કેટમાં Toyota પહેલી વખત કોઈ કારમાં એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ(ADAS) આપી રહી છે. તેમાં એડોપ્ટીવ ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ, ફોરવર્ડ ટક્કર વોર્નિંગ, લેન ડિપાર્ચર કીપ આસિસ્ટ, બ્લાઈન્ડ સ્પોટ મોનિટરીંગ અને ઓટોમેટિક હાઈ બીમ જેવા એડવાન્સ ફીચર આપવામાં આવ્યા છે. આ રડાર બેસ્ડ સેફ્ટી ટેક્નોલોજી સાથેની ભારતમાં Toyotaની પહેલી કાર હશે.

ભારતીય માર્કેટમાં Toyotaએ અત્યાર સુધી કોઈ પણ કારને પેનોરેમિક સનરૂફ ફીચરની સાથે લોન્ચ કરી નથી. Toyotaની આ પહેલા કાર છે જેમાં સનરૂફનો ઓપ્શન મળશે. તેના સનરૂફની લંબાઈ ગાડીમાં પાછળની સીટ સુધી ફેલાયેલી છે. Toyota Hycrossમાં વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લેની સાથે એક નવું ફ્રી-સ્ટેન્ડીંગ 10 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમની સુવિધા આપી છે. જ્યારે Toyotaની અન્ય ગાડીઓના વેરિયન્ટમાં નવ ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમની જ સુવિધા ઉપલબ્ધ છે.

Toyotaની આ ગાડી 6 સીટર છે. તેમાં ઈલેક્ટ્રીકલી એડજસ્ટેબલ રિયર કેપ્ટન સીટનું ફીચર પણ આપવામાં આવ્યું છે. સીટની વચ્ચે અલગ અલગ આર્મરેસ્ટ અને કપ હોલ્ડર પણ છે. આ ફીચર કોઈ માસ-માર્કેટ MPV કારમાં પહેલી વખત જોવામાં આવ્યા છે. આ કારમાં 10 ઈંચની ટચસ્ક્રીન સિસ્ટમ સાથે ઈન્ટરનેટ કનેક્ટિવીટીની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ ફીચર્સ મોટેભાગે મોંઘી અને એડવાન્સ ફીચર્સવાળી ગાડીઓમાં જ જોવા મળે છે.

Innova Hycrossમાં ઈલેક્ટ્રીકલી ઓપરેટેડ ટેલગેટ આપવામાં આવ્યો છે, જેના મદદથી વોઈસ આસિસ્ટના માધ્યમથી ગાડીની બૂટ સ્પેસનો ખોલી અને બંધ કરી શકાશે. આ કારમા EV ડ્રાઈવિંગ મોડ પણ મળી રહ્યો છે. આ ફીચર હાઈરાઈડર ગાડીની જેમ આ કારને પણ EV મોડમાં ચલાવવાની સુવિધા આપે છે. ભારતમાં આ કારની કિંમત લગભગ 20 લાખ રૂપિયા હોઈ શકે છે. જોકે કંપની દ્વારા આ કિંમતની ઓફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી. નવા ફીચર્સ અને ટેકનીક અપડેટના લીધે તેની કિંમત હાલના મોડલથી વધારે પણ હોઈ શકે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp