500 રૂપિયા કરતા પણ ઓછી કિંમતે Jio Phone 5 થઈ શકે છે લોન્ચ

PC: timesnownews.com

Reliance Jioએ 1 હજાર રૂપિયા કરતા ઓછી કિંમતમાં 4G LTE ફોન લોન્ચ કરીને ધૂમ મચાવી દીધી હતી. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી Reliance Jioએ ત્યારબાદ Reliance Jio ફોન 2ને અપગ્રેડેડ વેરિયન્ટ તરીકે લોન્ચ કર્યો. Jio ફોન 699 રૂપિયામાં ખરીદી શકાશે. હવે એવુ લાગે છે કે, Reliance Jio એક વધુ સસ્તા હેન્ડસેટને ઉતારવાની યોજના બનાવી રહી છે. જિયો ફોન સસ્તા વેરિયન્ટ તરીકે ટૂંક સમયમાં JioPhone 5ને લોન્ચ કરવામાં આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર, Jio ફોન 5 ઓરિજિનલ જિયો ફોનનું એક લાઈટ વર્ઝન હશે. તેનો મતલબ છે કે, તેને જિયો ફોનની હાલની કિંમત કરતા ઓછાં ભાવમાં વેચવામાં આવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, JioPhone 5ને 399 રૂપિયાની કિંમત પર લોન્ચ કરવામાં આવી શકે છે. એટલે કે તે અત્યારસુધીમાં બજારમાં આવનારો આ સૌથી સસ્તો ફોન બની જશે. Jioના અત્યારસુધીના રેકોર્ડને જોઈએ તો આવનારા ફીચર ફોનમાં 4G LTE કનેક્ટિવિટી થવાની આશા છે. 4G LTEની સાથે જ Jio ફોન 5માં KaiOS પ્લેટફોર્મ આપવામાં આવી શકે છે. તેનો મતલબ છે કે, તેમાં ઈન્ટરનેટ બ્રાઉઝરની સાથે કેટલીક એપ્સ પહેલાથી ઈન્સ્ટોલ આવશે. આશા છે કે, ફોનમાં WhatsApp, Google, Facebook જેવી એપ્સ પ્રી-લોડેડ આવશે.

રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, Jio ફોન 5થી Jioના તમામ નંબર્સ પર ફ્રીમાં કોલ થશે. જોકે, ઈન્ટરનેટના ઉપયોગ માટે અલગથી રિચાર્જ પેક લેવું પડશે. Jio ફોન માટે હાલના પ્લાન્સને જ JioPhone 5 અથવા JioPhone Lite યુઝર્સ માટે રજૂ કરવામાં આવી શકે છે. જિયો નવા જિયો ફોન માટે કેટલાક નવા સસ્તા પ્લાન્સ પણ લોન્ચ કરી શકે છે. ભાવ ઓછાં રાખવા માટે ફોનમાં હાર્ડવેર સાથે બાંધછોડ કરવામાં આવશે. ફોનમાં ઓરિજિનલ જિયો ફોનની જેમ જ નાની LED ડિસ્પ્લે અને કીપેડ આપવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, JioPhone Liteમાં WiFi અને બ્લૂટૂથ કનેક્ટિવિટી આપવામાં નહીં આવશે. આ ઉપરાંત કિંમત ઓછી રાખવા માટે કેમેરો પણ નહીં હશે એવા સમાચાર છે. લિમિટેડ સ્ટોરેજને કારણે નવી એપ્સ પણ ફોનમાં ડાઉનલોડ કરી શકાશે નહીં.

JioPhone 5ની લોન્ચ ડેટ અંગે હજુ સુધી કોઈ જાણકારી નથી. જોકે, જિયો આ વર્ષે અથવા આવતા વર્ષે આવનારા જિયો સ્માર્ટફોનની સાથે નવા જિયો ફોન વેરિયન્ટને લોન્ચ કરી શકે છે. જિયોએ હાલમાં જ જાહેરાત કરી છે કે, કંપનીની યોજના ટચસ્ક્રીન અને એન્ડ્રોઈડ ઓએસની સાથે સસ્તો 4G સ્માર્ટફોન લાવવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp