Kia Seltos 2020 10 નવા ફીચર્સ સાથે ભારતમાં લૉન્ચ, જાણી લો કિંમત

PC: etb2bimg.com

Kia Motors Indiaએ ભારતીય ઓટો માર્કેટમાં પોતાની નવી કાર Kia Seltos 2020 જૂના મોડલની તુલનામાં વધુ ફીચર્સ તથા ડીઝાઈન સાથે લૉન્ચ કરી દીધી છે. Kia Seltos 2020 ની કિંમત રૂ.9.89થી શરૂ થઈ રહી છે. જે છેક રૂ.17.34 લાખ સુધી જાય છે. બેઝ વેરિયંટમાં કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. જ્યારે SUVના કેટલાક વેરિયંટની કિંમતમાં રૂ.25000 સુધીનો વધારો કરી દેવાયો છે.

કંપનીના જણાવ્યા અનુસાર નવી કાર 10 નવા ફીચર્સ સાથે લૉન્ચ કરવામાં આવી છે. આ નવી કારમાં કંપનીએ સેફ્ટિ, સુવિધા, ક્નેક્ટિવિટી અને ડીઝાઈનમાં કેટલાક પ્રકારના મોટા ફેરફાર કર્યા છે. આ સિવાય ઓટો કંપની Seltos એ નીચલા વેરિયંટ પર વધુ ડિવાઈસ ઉમેર્યા છે. જે મોડલની વેલ્યુને અસર કરે છે. Kia કંપનીએ પણ આ વાતની જાહેરાત કરી હતી. કંપની માર્કેટ રીસર્ચ અને ફીડબેકના ઉત્તર આપી રહી છે. સ્માર્ટસ્ટ્રીમ પેટ્રોલ 1.4 લીટર T-GDi GTK અને GTX 7 Speed DCT વેરિયંટને લાઈનઅપ કરવાનું બંધ કરી દીધું છે. Kia મોટર્સ ઈન્ડિયાા CEO Kookhyun Shim એ આ અપડેટેડ કાર પર વાત કરતા કહ્યું હતું કે, નવી સેલટોસ સાથે કિયા મોટર્સ ઈન્ડિયા નવા ફીચર્સ અને ઓપ્શન સાથે ભારતની પસંદગીની SUVને વધુ આકર્ષિત બનાવે છે.

(Kia Seltos 2020 HTX+ Model)

Seltosસે અમને સેગમેન્ટના તમામ અપરિવર્તિત પાસાઓને સંબોધિત કરવા માટે સક્ષમ બનાવ્યા છે. રિફ્રેશ્ડ Seltosએ હવે પછીની ટેકનોલોજી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જે ગ્રાહકોને ખુશી પ્રદાન કરશે. નવી કાર ગ્રાહકોની જરૂરિયાત, ટેકનોલોજી અને ભારતીય ઓટો માર્કેટની સમજને ધ્યાને લઈને તૈયાર કરવામાં આવી છે. આ નવી કાર પણ કિયાની જેમ લાખો લોકોનું દિલ જીતશે. નવી કારમાં ઈમરજન્સી સ્ટોપ સિગ્નલ તમામ વેરિયંટમાં આપવામાં આવ્યું છે. જેમાં આગળની લાઈટ ઓટોમેટિક બ્લિક કરવા માંડે છે. જ્યારે તમે 55 કિમીની સ્પીડથી વધારે કાર દોડાવો છો ત્યારે અચાનક બ્રેક મારવાનું થાય ત્યારે આ મોડ એક્ટિવ થાય છે. આ સિવાય HTX, HTX+ और GTX, GTX+ જેવા વેરિયંટમાં 8 નવા ફીચર્સ પણ આપ્યા છે.

જે UVO ટેકનોલોજી સાથે ક્નેક્ટ થઈને આવે છે. જેમાં વોઈસ આસિસ્ટન્સ હેલો કિયા, સ્માર્ટવૉચ એપ્લિકેશન, લાઈટ કંટ્રોલ પ્લોરિફાયર, વોઈસ ઈન્ડિયન હોલી ડે ઈન્ફોનો સમાવેશ થાય છે. અંદરની ડિઝાઈનની સાથે ક્લાઈમેટ કંટ્રોલ સિસ્ટમ પણ આપવામાં આવી છે. Kia Seltos 2020 HTX+ અને GTX+ માં ડ્યુઅલ ટોન કલર સ્કિમ તથા સનરૂફ ટોપ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્માર્ટ રિમોટ એન્જિન સ્ટાર્ટ ફીચર પણ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp