Lenovo K5 Pro અને K5S લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

PC: twitter.com

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Lenovoએ નવા હેન્ડસેટ્સ માર્કેટમાં લોન્ચ કર્યા છે. કંપનીએ Lenovo K5 Pro અને Lenovo K5S લોન્ચ કર્યા છે. હાલ, આ બંને ફોન ચીનમાં જ લોન્ચ કરાયા છે. ભારતમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગે જાણકારી આપવામાં આવી નથી. તેની શરૂઆતની કિંમત 998 ચીની યુઆન એટલે કે આશરે, 10500 રૂપિયા રાખવામાં આવી છે. તેને બ્લેક, બ્લૂ અને ગોલ્ડ કલર વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ કરાવાયા છે.

Lenovo K5 Proના ફીચર્સ

Lenovo K5 Proના 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 998 ચીની યુઆન એટલે કે આશરે 10500 રૂપિયા છે. જ્યારે, 6GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1098 ચીની યુઆન એટલે કે આશરે 11600 રૂપિયા છે. આ ઉપરાંત, 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1298 ચીની યુઆન એટલે કે આશરે 13700 રૂપિયા છે. આ ફોનને બ્લેક અને ગોલ્ડ કલર વેરિયન્ટમાં લોન્ચ કરાયો છે.

આ ફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો પર કામ કરે છે. તેમાં 5.99 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું પિક્સલ રિઝોલ્યુશન 1080*2160 છે. સાથે જ તેનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. ફોનની સ્ક્રીન પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ ફોન સ્નેપડ્રેગન 696 પ્રોસેસરથી લેસ છે. ગ્રાફિક્સ માટે ફોનમાં એડ્રેનો 509 GPU ઈન્ટીગ્રેટેડ છે. તેના ઈનબિલ્ટ સ્ટોરેજને 256GB સુધી માઈક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાય છે. ફોનને પાવર આપવા માટે 4050mAhની બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો પ્રાયમરી સેન્સર 16 મેગાપિક્સલ અને સેકેન્ડરી સેન્સર 5 મેગાપિક્સલનો છે. સાથે જ તેમાં LED ફ્લેશ સપોર્ટ અને f/2.0 અપર્ચર આપવામાં આવ્યું છે. તેમજ તેમાં ડ્યૂઅલ ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. તેનું પહેલું સેન્સર 16 મેગાપિક્સલ અને બીજું સેન્સર 5 મેગાપિક્સલનું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, Wi-Fi 802.11 A/B/G/N, બ્લૂટૂથ 5, GPS અને USB ટાઈપ-C જેવા ફીચર્સ રહેલા છે. તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

Lenovo K5Sના ફીચર્સ

આ ફોન એન્ડ્રોઈડ ઓરિયો પર કામ કરે છે. તેમાં 5.7 ઈંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું પિક્સલ રિઝોલ્યુશન 720*1440 છે. સાથે જ તેનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. ફોનની સ્ક્રીન પર 2.5D ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવી છે. આ ફોન 2 ગીગાહર્ટ્ઝ મીડિયોટેક MT6762 પ્રોસેસર અને 4 GB રેમ સાથે આવશે. તેમાં 32GBની ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને માઈક્રોએસડી કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાશે. ફોનને પાવર આપવા માટે 3000mAhની બેટરી આપવામાં આવી છે. તેને બ્લેક, બ્લૂ અને ગોલ્ડ કલર વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ કરાવાયા છે.

ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનું પ્રાયમરી સેન્સર 13 મેગાપિક્સલ અને સેકન્ડરી સેન્સર 5 મેગાપિક્સલનું છે. તેમાં ડ્યૂઅલ ફ્રન્ટ કેમેરા પણ છે. તેનું પહેલું સેન્સર 13 મેગાપિક્સલ અને બીજું સેન્સર 5 મેગાપિક્સલ છે. રિયર અને ફ્રન્ટ કેમેરામાં LED ફ્લેશ સપોર્ટ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, Wi-Fi 802.11 A/B/G/N, બ્લૂટૂથ 4.1, GPS અને USB ટાઈપ-C પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp