ડિસેમ્બરમાં લોન્ચ થશે LML સ્ટાર ઇ-સ્કૂટર, સૌથી લાંબી ડ્રાઇવિંગ રેંજનો દાવો

PC: auto.hindustantimes.com

ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટમાં સતત નવા ખેલાડીઓ એન્ટ્રી કરી રહી છે સાથે જ કેટલીક જૂની બ્રાન્ડ્સ પણ છે, જે નવા અંદાજમાં માર્કેટમાં ઊતરવાની તૈયારી કરી રહી છે. ગત ઓટો એક્સપોમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટરને શોકેસ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને લુક અને ડિઝાઇનની ચર્ચા ચારેય તરફ થઈ રહી હતી. હવે કંપનીના MD અને CEO ડૉ. યોગેશ ભાટિયાએ આ વાતની જાણકારી આપી છે કે LML સ્ટારને આગામી ડિસેમ્બરમાં વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, કંપની આ ઇલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કર્યાના થોડા મહિના અગાઉ સંભવતઃ સપ્ટેમ્બર સુધી તેના ટેસ્ટ ડ્રાઈવની શરૂઆત કરશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર પૂરી રીતે મેડ ઇન ઈન્ડિયા છે અને તેને ઇટાલીની ટીમે ડિઝાઇન કર્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં એક બાઇકની સ્ટાયલિંગ અને સ્કૂટરનું કમ્ફર્ટ બંને ગુણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 4Kwની ક્ષમતાની બેટરી પેક આપવામાં આવી રહી છે અને તેને કેટલાક અલગ-અલગ રેન્જ સાથે રજૂ કરવામાં આવશે એટલે કે તેના ઘણા વેરિયન્ટ્સ હશે.

જો કે, યોગેશ ભાટિયાએ અત્યારે આ સ્કૂટરના રેંજનો ખોલસો કર્યો નથી, પરંતુ તેમનું કહેવું છે કે, આ દેશમાં ઉપસ્થિત અન્ય સ્કૂટરોની તુલનામાં સારી ડ્રાઇવિંગ રેન્જ આપશે. કંપની આ સ્કૂટરનું નિર્માણ હરિયાણાના બાવલમાં સ્થિત પ્લાન્ટમાં કરશે. આ એ જ પ્લાન્ટ છે જ્યાં પહેલા હાર્લે ડેવિડસન પોતાની બાઇકોનું નિર્માણ કરતા હતા. કંપનીએ આ સ્કૂટરને ખૂબ જ ફ્યૂચરિસ્ટ ડિઝાઇન આપી છે, તેના ઘણા એવા ફીચર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે જે સામાન્ય સ્કૂટર સેગમેન્ટમાં પહેલી વખત જોવા મળે છે.

યોગેશ ભાટિયાએ કહ્યું કે, આ સ્કૂટર ઈટાલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, તેના ફ્રન્ટમાં LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ સાથે જ 360 ડિગ્રી કેમેરા પણ આપવામાં આવ્યા છે. એ સિવાય પ્રોજેક્ટર હેડલેમ્પને કંપનીએ ખૂબ જ આકર્ષક રીતે પોઝિશન કર્યા છે. તેમાં આપવામાં આવેલા કેમેરા સ્કૂટર માટે એક બ્લેક બોક્સની જેમ કામ કરે છે જે ડિઝાઇનના સમય આગળ અને પાછળ આસપાસ થનારી ગતિવિધિઓને રેકોર્ડ કરે છે. ફીચર્સ તરીકે તેમ એમ્બિએન્ડ લાઇટિંગ, ઇન્ટીગ્રેટ DRL, બેક લાઇટ અને ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે. સેફ્ટી માટે LML સ્ટાર સ્કૂટરમાં ABS રિવર્સ પાર્ક આસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) અને ઘણું બધુ આપવામાં આવ્યું છે.

આ સ્કૂટર શાનદાર મોટર અને બેટરી કોમ્બિનેશન સાથે આવશે, તેની રિમુવેબલ બેટરી ફૂટબોર્ડ પર લાગેલી છે, જેનાથી તમને સીટ નીચે પર્યાપ્ત સ્ટોરેજ સ્પેસ મળે છે. કંપનીનો દાવો છે કે આ સીટ નીચે 2 ફૂલ ફેસ હૅલ્મેટ રાખી શકાય છે. કંપનીએ આ સ્કૂટરની સત્તાવાર બુકિંગ શરૂ કરી દીધી છે અને ખાસ વાત એ છે કે તેના માટે તમારે પૈસા પણ ખર્ચ કરવાની જરૂરિયાત નથી. તમે પૈસા વિના જ કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી આ ઇલેક્ટ્રિક સ્કૂટરની બુકિંગ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp