Mahindra KUV100 NXT Dual Tone વેરિયન્ટ થયું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

PC: drivespark.com

ઓટોમોબાઈલ કંપની Mahindraએ કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં ઘણી જાણીતી એવી Mahindra KUV100 NXT Dual Tone વેરિયન્ટ લોન્ચ કર્યું છે, જેની કિંમત 7.35 લાખ રૂપિયા રાખવામાં આવી છે. Mahindra KUV100 NXT Dual Tone બે કલરમાં લોન્ચ થઈ છે અને આ વેરિયન્ટ Mahindraની આ કારના ટોપ એન્ડ K8 ટ્રીમમાં છે, જેની કિંમત મોનોટોન કલર વેરિયન્ટથી 7500 રૂપિયા વધુ છે.

Mahindra KUV100 NXT Dual Tone SUV સિલ્વર બોડી અને બ્લેક રૂફ સાથે રેડ બોડી અને બ્લેક રૂફ કલરમાં લોન્ચ કરવામાં આવી છે.Mahindra KUV100 NXT Dual Tone ડિઝાઈનના મામલેમાં ઘણો સ્પોર્ટી લુક આપે છે. અને આ આદલાવને કારણે તેનો લુક ઘણો સારો થઈ ગયો છે.

તેની સાથે આ કારમાં સ્લોપિંગ રૂફલાઈન, ક્રોમ ફિનીશ્ડ ગ્રિલ, હેવી મસ્કુલર બોનેટ, સિલ્વર સ્કિડ પ્લેટ અને હેલોજન હેડલાઈટ્સની સાથે જ LED DRLને કારણે આ લુક અને ડિઝાઈનના મામલે ઘણી સારી કાર બની જાય છે.

આ કારના પાવરની વાત કરીએ તો BS6 કોમ્પ્લાયન્ટ 1.2 લિટર mfalcon પેટ્રોલ એન્જિન 82 hp પાવર અને 115nm ટોર્ક જનરેટ કરે છે. Mahindraની આ કોમ્પેક્ટ SUVમાં 5 સ્પીડ ગિયર બોક્સ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે પાવરના મામલે આ કાર તેની સેગમેન્ટમાં સૌથી સારી છે.

Mahindra KUV100 NXT Dual Toneના ઈન્ટીરિયરની વાત કરીએ તો તેમાં 7 ઈંચનું ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જેને તમે એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લેથી સરળતાથી કનેક્ટ કરી શકો છો. Mahindra KUV100 NXT Dual Toneમાં સેફ્ટીના મામલે તેમાં બે ડ્યુઅલ એર બેગ્સ, ABS, ક્રેશ સેન્સર અને એન્જિન  ઈમોબિલાઈઝર સહિત અન્ય ફીચર્સ આપવામાં આવ્યા છે. ભારતમાં Mahindra KUV100 NXTના K2+6 STR વેરિયન્ટની કિંમત 5.61 લાખથી શરૂ થાય છે અને તેનું ટોપ મોડેલ K8 6 STRની કિંમત 7.22 લાખ રૂપિયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp