Mahindraની નવી XUV300 ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત

PC: indiacarnews.com

Mahindraએ પોતાની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કે કોમ્પેક્ટ SUV, XUV 300ને ભારતમાં લોન્ચ કરી દીધી છે, તેની રાહ ઘણા દિવસોથી જોવાઈ રહી હતી. લોન્ચિંગ પહેલા જ આ કાર માટે 4000 બુકિંગ આવી ચુક્યા છે. આ કાર માટે બુકિંગ 9 જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. આ ઘરેલુ કંપનીની દેશમાં ત્રીજી સબ-4-સીટર SUV છે. તેને કંપનીએ TUV300 અને NuvoSport કરતા ઉપર જગ્યા આપી છે. બજારમાં નવી XUV300ની ટક્કર સબકોમ્પેક્ટ SUV સ્પેસમાં Maruti Suzuki Vitara Brezza, Ford EcoSport અને Tata Nexon સાથે થશે. સાથે જ આ નવી SUV Hyundai Creta અને Renault Capturને પણ ટક્કર આપશે.

Mahindra XUV300ને પ્રાયમરી ધોરણે ત્રણ વેરિયન્ટ્સ- W4, W6 અને W8માં રજૂ કરી છે અને ઓપ્શનલરીતે એક ટોપ વેરિયન્ટ W8 (O) પણ રહેશે, જેમાં વધારાની ટેકનોલોજી અને સેફ્ટી ફીચર્સ મળશે. કંપનીએ આ SUVની શરૂઆતની કિંમત 7.90 લાખ રૂપિયા (એક્સ શો-રૂમ પ્રાઈઝ) નક્કી કરી છે.

વેરિયન્ટ

(એક્સ શો-રૂમ પ્રાઈઝ)

પેટ્રોલ

ડિઝલ

XUV300 W4

7.90 લાખ રૂપિયા

8.49 લાખ રૂપિયા

XUV300 W6

8.75 લાખ રૂપિયા

9.30 લાખ રૂપિયા

XUV300 W8

10.25 લાખ રૂપિયા

10.80 લાખ રૂપિયા

XUV300 W8 (O)

11.44 લાખ રૂપિયા

11.99 લાખ રૂપિયા

Mahindra XUV300ને બે એન્જિન ઓપ્શન- ડિઝલ અને પેટ્રોલમાં રજૂ કરવામાં આવી છે. તેમાં 1.5 લીટર ફોર-સિલિન્ડર ડિઝલ એન્જિન આપવામાં આવ્યુ છે, જે Marazzoની સાથે આવે છે. જોકે તેને XUV300 માટે ડીટ્યૂન કરવામાં આવ્યુ છે. અહીં આ એન્જિન 3750rpm પર 115bhpનો પાવર અને 1500-2500rpmની વચ્ચે 300Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે. અહીં પેટ્રોલ એન્જિન 1.2 લીટર, થ્રી-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ યુનિટ છે, જે 5000rpm પર 110bhpનો પાવર અને 2000-3000rpmની વચ્ચે 200Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે.

Mahindra XUV300માં બેઝ મોડલથી જ ઘણા બધા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ડ્યુઅલ એરબેગ્સ, , ચારેય વ્હિલ્સ પર ડિસ્ક બ્રેક્સ, 6-સ્પીડ ટ્રાન્સમિશન, ટેલ લેમ્પ્સ અને ઓલ 4 પાવર વિન્ડો સામેલ છે. તેમજ ટોપ મોડલમાં ફર્સ્ટ-ઈન-સેગમેન્ટ ફીચર્સ જેવા કે ડ્યુઅલ-જોન ફુલ ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ અને ફ્રન્ટ પાર્કિંગ સેન્સર પણ આપવામાં આવ્યા છે. તેમાં 7 એરબેગ્સ, ડ્યુઅલ ડેટાઈમ રનિંગ લેમ્પ્સ અને પ્રીમિયમ ઈન્ટીરિયર પણ મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp