ભારતીય કંપનીએ લોન્ચ કરી નવી EV કાર, 20 મિનિટમાં એક ચાર્જ પર 656 KMની રેન્જ
મહિન્દ્રાએ આખરે, લાંબી પ્રતીક્ષા પછી, સત્તાવાર રીતે તેનું નવું ફ્લેગશિપ ઇલેક્ટ્રિક મોડલ 'મહિન્દ્રા XEV 9e' વેચાણ માટે લોન્ચ કર્યું છે. આ ઓલ-ઈલેક્ટ્રિક કૂપ સ્ટાઈલ SUVની શરૂઆતની કિંમત 21.90 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે કંપની દ્વારા ઓફર કરવામાં આવેલી સૌથી મોંઘી કાર છે. કંપનીએ તેની 'BE 6e' ઇલેક્ટ્રિક SUV પણ રજૂ કરી છે, જેની કિંમત રૂ. 18.90 લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.
હાલમાં, કંપનીએ XEV 9eના માત્ર બેઝ વેરિઅન્ટની કિંમતો જ જાહેર કરી છે. તેના અન્ય તમામ વેરિયન્ટ્સની કિંમતો આવતા વર્ષે જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવશે. અહીં એ નોંધવું પણ જરૂરી છે કે, ઉપર દર્શાવેલ કિંમતમાં ચાર્જરની કિંમતનો સમાવેશ થતો નથી. કંપની તેની સાથે બે પ્રકારના ચાર્જર સ્ટાન્ડર્ડ તરીકે આપી રહી છે. જેના માટે ગ્રાહકોએ અલગથી પૈસા ચૂકવવા પડશે. કંપનીનું કહેવું છે કે, તેની ડિલિવરી આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં શરૂ થવાની આશા છે.
સાઈઝની વાત કરીએ તો, તે મહિન્દ્રાના ફેમસ મોડલ XUV700 કરતા પણ મોટી છે. તેની લંબાઈ XUV700 કરતા લગભગ 5 mm લાંબી છે, જ્યારે તેનો વ્હીલબેઝ XUVના 2,750 mm કરતા 5 mm લાંબો છે. જેના કારણે તમને સારી કેબિન પણ મળે છે.
'મહિન્દ્રા XEV 9e'ની લંબાઈ-4,790 mm, પહોળાઈ-1,905 mm, ઊંચાઈ-1,690 mm, 'મહિન્દ્રા XEV 9e'નું વ્હીલબેઝ-2,775 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ-207 mm, બૂટ સ્પેસ-665-લિટર, ફ્રન્ક-150-લિટર.
ડિઝાઈનની વાત કરીએ તો નવા XEV 9eનો લુક ઘણો સારો છે. તેને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન આપવામાં આવી છે. તેમાં પ્રોજેક્ટર હેડલેમ્પ્સ સાથે ત્રિકોણાકાર હેડલાઇટ, ઇન્વર્ટેડ L-આકારની LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ (DRL), આગળના ભાગમાં LED લાઇટ બાર, નવા આગળ અને પાછળના બમ્પર્સ, બ્લેન્ક્ડ-ઑફ ગ્રિલ, ફ્રન્ટ અને રિયર સ્કિડ પ્લેટ્સ અને કોન્ટ્રાસ્ટ કલર્ડ સાઇડ રિયર વ્યુ મિરર્સ (ORVM) આપવામાં આવ્યા છે. વધુમાં, તે રિફ્રેશ્ડ LED ટેલલાઈટ્સ, ઈન્ટિગ્રેટેડ સ્પોઈલર, C-પિલર-માઉન્ટેડ રિયર ડોર હેન્ડલ, કનેક્ટેડ ટેલલાઈટ સેટઅપ અને એરો ઈન્સર્ટ સાથે નવા એલોય વ્હીલ્સ મેળવે છે.
તે ફ્લશ ડોર હેન્ડલ્સ, સ્નાયુબદ્ધ શોલ્ડર લાઇન્સ અને વધારાની શ્રેણી માટે ખાસ ડિઝાઇન કરાયેલ એરો-ઓપ્ટિમાઇઝ 19-ઇંચના એલોય વ્હીલ્સ પણ મેળવે છે. જો કે, આ SUV સાથે 20-ઇંચ એલોય વ્હીલ્સનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. પાછળના ભાગમાં, તે બૂટ સ્પોઈલરની નીચે સ્લિમ, કનેક્ટેડ LED ટેલ-લાઈટ્સ મળે છે, જે તેની પાછળની પ્રોફાઇલને વધારે છે. આ ઉપરાંત, 'Infiniti Mahindra' પ્રકાશિત લોગો એકદમ આકર્ષક લાગે છે.
મહિન્દ્રાએ આ SUVની કેબિન સુધારવામાં કોઈ કસર છોડી નથી. આ 5 સીટર કારમાં 3 અલગ-અલગ સ્ક્રીન છે. જેમાં દરેક સ્ક્રીન 12.3 ઇંચની છે. આ મહિન્દ્રાના Adrenox સોફ્ટવેર પર ચાલે છે. આ SUVને ટુ-સ્પોક ફ્લેટ-બોટમ સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે, જેના પર એક પ્રકાશિત લોગો જોવા મળે છે. તેમાં ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ડ્રાઈવ મોડ અને બ્રેક-બાય-વાયર ટેક્નોલોજીનો પણ ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. 650 લિટરની બૂટ સ્પેસ અને 150 લિટરની ફ્રંક (આગળના બોનેટની નીચે મળેલી નાની સ્ટોરેજ સ્પેસ) તમને સંપૂર્ણ સામાન સંગ્રહ કરવાની પુરી સુવિધા આપે છે.
આ SUVમાં પેનોરેમિક સનરૂફ, લેવલ 2 ADAS સ્યુટ, 7 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, ડ્યુઅલ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, ડેશબોર્ડ પર ત્રણ-સ્ક્રીન સેટઅપ, ટ્વીક કરેલ સેન્ટર કન્સોલ, નવું ગિયર લીવર અને રોટરી ડાયલ જેવી સુવિધાઓ આપેલી છે. આ સિવાય ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક (EPB), 1400-વોટની હરમન-કાર્ડોનની 16-સ્પીકર મ્યુઝિક સિસ્ટમ, ઓટો પાર્ક ફંક્શન, વાયરલેસ મોબાઈલ પ્રોજેક્શન, 65W USB ટાઈપ-C ચાર્જિંગ પોર્ટ, શેડ્યૂલ ચાર્જિંગ ફંક્શન અને કેબિન પ્રી-કૂલિંગ ફંક્શન પણ પૂરી પાડવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંપની એન્ટ્રી લેવલ વેરિઅન્ટમાં માત્ર 6 એરબેગ્સ જ ઓફર કરી રહી છે.
XEV 9eમાં મહિન્દ્રાની 'કોમ્પેક્ટ થ્રી-ઇન-વન પાવરટ્રેન' છે જેમાં એક મોટર, એક ઇન્વર્ટર અને ટ્રાન્સમિશનનો સમાવેશ થાય છે. INGLO પ્લેટફોર્મ પર આધારિત, આ SUVને 59kWh અને 79kWh સહિત બે અલગ-અલગ બેટરી પેક સાથે રજૂ કરવામાં આવી છે. મોટી બેટરી સાથે, તેની મોટર 286hpનો પાવર અને 380Nmનો ટોર્ક જનરેટ કરે છે. 59kWh વેરિઅન્ટની મોટર 231hpનો પાવર જનરેટ કરે છે. મહિન્દ્રાનો દાવો છે કે, આ ઈલેક્ટ્રિક SUV 0 થી 100 kmphની ઝડપ લેવામાં માત્ર 6.7 સેકન્ડનો જ સમય લે છે.
તેના બંને વેરિઅન્ટમાં LFP (લિથિયમ-આયર્ન ફોસ્ફેટ) બેટરી આપવામાં આવી છે. જેના પર કંપની લાઈફ ટાઈમ વોરંટી આપી રહી છે. મહિન્દ્રાનો દાવો છે કે, 79kWh યુનિટવાળી કાર એક જ ચાર્જ પર 656 Kmની રેન્જ આપે છે. જ્યારે હકીકતમાં, આ SUV ઓછામાં ઓછા 533 Kmની મુસાફરી કરવામાં સક્ષમ છે. કંપનીનું કહેવું છે કે, 175kW DC ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને બેટરીને માત્ર 20 મિનિટમાં 20 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp