નવી મારુતિ IGNISની કિંમત 5 લાખ કરતા પણ ઓછી

PC: gaadiwaadi.com

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેની હેચબેક કાર Ignis Facelift મોડલ લોન્ચ કરી દીધું છે. કંપનીએ આ કારને ઓટો એક્સપો 2020માં રજૂ કરી હતી.

કોની સાથે ટક્કરઃ

માર્કેટમાં આ કારની ટક્કર Hyundai Grand i10 Nios અને Renault Triber જેવી હેચબેક કારો સાથે થશે. જણાવી દઈએ કે આ બંને કારોની શરૂઆતી કિંમત પણ 5 લાખ કરતા ઓછી છે.

એન્જિનઃ

કારમાં BS6 માપદંડનું 1.2 લીટર, 4 સિલિન્ડર k-12 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 82 હોર્સ પાવરની તાકાત અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં તમને 5 સ્પીડ મેન્યુઅલની સાથે 5 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન પણ મળશે.

કલરઃ આ કાર બે નવા કલર ઓપ્શન Lucent Orange અને Turquoise Blueની સાથે આવશે. કારની બુકિંગ 7 ફેબ્રુઆરીના રોજ જ શરૂ થઈ ગઈ હતી.

ઈન્ટીરિયરઃ

આ કારમાં 17.78 સેમીનું સ્માર્ટપ્લે સ્ટૂડિયો, 7 ઈંચ ટચસ્ક્રીન ઈનફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે. આ સિસ્ટમ વોઈસ કમાન્ડ રેકોગ્નિશન અને ઓન બોર્ડ નેવિગેશનની સાથે આવે છે.

સેફ્ટી માટે કારમાં ડ્યૂઅલ એરબેગ્સ, ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ, સીટબેલ્ટ પ્રી ટેંશનર્સ અને ઈબીડીની સાથે એબીએસલ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. તો સાથે જ નવા ફ્રંટ અને રિયર બંપર આપવામાં આવ્યા છે. ફોગ લેમ્પ કેસિંગ અને વર્ટિકલ રિફ્લેક્ટર સામેલ છે. ગ્રાઉન્ડ ક્લિઅરન્સ વધારવા માટે કંપનીએ કારમાં રિયર સ્પોઈલર અને રુફ રેલ્સ પણ આપ્યા છે.

કિંમતઃ(આ દરેક કિંમત એક્સ શોરુમની છે) 

  • Maruti Ignis BS6 Sigma- રૂપિયા 4.89 લાખ           
  • Maruti Ignis BS6 Delta -  રૂપિયા 5.67 લાખ          
  • Maruti Ignis BS6 Delta AMT- રૂપિયા 6.19 લાખ          
  • Maruti Ignis BS6 Zeta- રૂપિયા 5.89 લાખ              
  • Maruti Ignis BS6 Zeta AMT- રૂપિયા 6.36 લાખ    
  • Maruti Ignis BS6 Alpha- રૂપિયા 6.73 લાખ   
  • Maruti Ignis BS6 Alpha AMT- રૂપિયા 7.2 લાખ

મારુતિએ BS4 ઈગ્નિસની સરખામણીમાં નવી BS6 ઈગ્નિસની કિંમતમાં 6000 રૂપિયાનો વધારો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp