હવામાં ઝડપથી ફેલાય છે કોરોના વાયરસ, પુરાવાની સાથે લૈંસેટ મેડિકલ જર્નલનો દાવો

PC: voanews.com

દેશમાં હાલના સમયમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આખરે એ વાતની જાણ થઇ રહી નથી કે લોકોને સંક્રમણ ક્યાંથી આવી રહ્યું છે. તેની વચ્ચે લૈંસેટ મેડિકલ જર્નલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વાયરસ મુખ્ય રીતે હવાથી ફેલાઇ છે. માટે ઘણી સાવચેતીઓ અને સ્વાસ્થ્ય સુવિધાઓ પણ ખતરનાક વાયરસની આગળ લાચાર સાબિત થઇ રહી છે.

ઘણાં દેશોના 6 એક્સપર્ટ્સે સ્ટડી કર્યા પછી આ વાતનો દાવો કર્યો છે. જેમાં અમેરિકા, યૂકે અને કેનેડાના જાણકારો સામેલ હતા. જેમાં જોસ લુઈસ, CIRESના કેમિસ્ટ અને કોલોરાડો યુનિવર્સિટીના એક્સપર્ટોનું નામ પણ સામેલ છે. તેમનું કહેવું છે કે હવામાં કોરોના વાયરસના ફેલાવા વિશે તેમને પૂરતા પુરાવા મળ્યા છે. માટે આ વાતને નકારી શકાય નહીં.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ટીમે આ રિસર્ચની સમીક્ષા કરી અને હવામાં વાયરસના ફેલાવવાની વાતને પ્રમાણિત કરવાની વાતોને હાઇલાઇટ કરી. જેમાં કહેવામાં આવ્યું છે, મોટા ડ્રોપલેટથી જ કોરોના ફેલાય છે, જેનું કોઇ પ્રમાણ નથી. બલ્કે એ પ્રમાણિત કરી શકાય છે કે હવાના માધ્યમથી આ વાયરસ ઝડપથી ફેલાય છે. જરૂરી થઇ ગયું છે કે WHO અને અન્ય સંગઠનો આ વાતને ગંભીરતાથી લે અને એવા પગલા લે કે વાયરસના પ્રસારને ઘટાડી શકાય.

આ જાણકારોએ પોતાની લિસ્ટમાં જે ઘટનાને ટોપ પર રાખી છે તેમાં સ્કેગિટ ચૉયર આઉટબ્રેકનું નામ છે. જ્યાં એક સંક્રમિત વ્યક્તિના કારણે 53 લોકો સંક્રમિત થયા હતા. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે આ મામલામાં એવું નથી થયું કે દરેક કોઇ એક જ સરફેસ પર વારે વારે ગયા હોય કે પછી ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યા હોય. છતાં લોકોમાં કોરોના ફેલાઇ ગયો. સ્ટડીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોનાનો પ્રસાર ઈનડોરની સરખામણીમાં આઉટડોરમાં વધારે ઝડપથી થતો જોવામાં મળ્યો છે.

રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ઘણાં બધા લોકોમાં લક્ષણો જોવા મળતા નથી અને તેમનાથી સંક્રમણ સૌથી વધારે ફેલાય છે. દુનિયાભરમાં કોરોના ફેલાવાના મુખ્ય કારણમાં સાઇલેંટ ટ્રાન્સમિશન સામેલ છે. ટીમે રિસર્ચમાં જાણ્યું કે મોટા ડ્રોપલેટથી સંક્રમણ ફેલાવાની સંભાવના ઓછી રહે છે પણ હવામાં તે ઝડપથી ફેલાય છે.

આ જાણકારોનું કહેવું છે કે, માત્ર હાથ ધોવાથી જ વાયરસને હરાવી શકાય નહીં. હવાના માધ્યમથી તેને ફેલાતા રોકવા પર પણ વિચાર કરવો જોઇએ. તેને રોકવા માટે વેંટિલેશન, એયર ફિલ્ટરેશન, ભીડને ઓછી કરવી, માસ્ક પહેરવા, ઉચ્ચ સ્તરની PPE કિટ બનાવવા પર ભાર આપવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp