ગ્રાહકે MG હેક્ટરને ગધેડા પાસે ખેંચાવી, કંપનીએ કહ્યું- છોડીશું નહિ

PC: team-bhp.com

MG Motorની ભારતમાં MG હેક્ટર SUV ઘણી પસંદ કરવામાં આવી રહી છે. દર મહિને આ SUV ગ્રાહકોની સંખ્યા વધી રહી છે. આ બધાની વચ્ચે એક ગ્રાહકે તેની પ્રોબ્લેમ સોલ્વ નહિ થવા પર MG હેક્ટર SUVને રસ્તા પર ગધેડા પાસે ખેંચાવી હતી.

રાજસ્થાનના ઉદયપુરમાં રહેનાર વિશાલ પંચૌલીનું કહેવું છે કે, તેણે ત્રણ મહિના પહેલા જ આ કાર ખરીદી હતી. ગાડીના ક્લચમાં પ્રોબ્લેમ આવી હતી. આ સમસ્યાને લઈને ડીલર જોડે મેં સંપર્ક કર્યો, પણ મારી ફરિયાદનું કોઈ નિવારણ નીકળ્યું નહિ.

ત્યાર બાદ પરેશાન થઈને વિશાલ પંચૌલીએ MG હેક્ટરની આગળ ગધેડા બાંધી દીઘો અને ગાડી તેની પાસે ખેંચાવી હતી. ત્યાર બાદ ગધેડાથી બાંધેલી MG હેક્ટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

લોકોનું ધ્યાન ખેંચવા માટે કાર માલિકે કાર પર ગધા વાહન નામથી પોસ્ટર પણ લગાવી દીધું અને લોકોને આ કાર નહિ ખરીદવાની સલાહ આપી હતી. વિશાલે કંપનીના લોકો પર ધમકી લગાવવાનો આરોપ પણ લગાવ્યો છે. વિશાલના મતે, થોડા દિવસો પછી તેની નવી ગાડીના એન્જિનમાંથી ધૂમાડો પણ નીકળવા લાગ્યો હતો. અને કંપનીએ તેની ફરિયાદને ગંભીરતાથી લીધી નહોતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ કિસ્સો હવે કંપની પાસે પહોંચી ગયો છે. અને કંપનીનું કહેવું છે કે, ગ્રાહકની સમસ્યાને ગંભીરતાથી લીધી હતી અને તેમની સમસ્યાને દૂર કરવાના દરેક પ્રયાસો પણ કરવામાં આવ્યા હતાં. પણ તેમ છતાં ગ્રાહક કંપનીની કસ્ટમર પોલિસીનો લાભ લેતા અયોગ્ય લાભ પ્રાપ્ત કરવાની કોશિશ કરતો રહ્યો.

એટલું જ નહિ કંપનીએ ગ્રાહકને કંપનીનું નામ ખરાબ કરવા બદલ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. કંપનીનું કહેવું છે કે, અમારા પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. અમે વાહન માલિક વિરુદ્ધ જરૂરી કાર્યવાહી પણ કરીશું. કારણ કે તેમના કૃત્યથી કંપનીની ઈમેજને નુકસાન પહોંચ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp