મોટોરોલા એજ 50 અલ્ટ્રા ભારતમાં લોન્ચ, દમદાર ફીચર્સ અને કેમેરા, શું છે કિંમત?
મોટોરોલાએ આખરે ભારતમાં તેનો AI સંચાલિત સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. તેનું નામ Moto Edge 50 Ultra છે અને તે Edge 50 સિરીઝનું ટોપ વેરિઅન્ટ છે. કંપનીએ અગાઉ ભારતમાં એજ 50 પ્રો, એજ 50 ફ્યુઝન લોન્ચ કર્યું છે. Moto Edge 50 Ultraને ઘણા શક્તિશાળી ફીચર્સ, શાનદાર પ્રોસેસર અને વુડન રિયર પેનલ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે.
Motorola Edge 50 Ultra ભારતમાં 59,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવી છે. 12GB+512GB વેરિઅન્ટ આ કિંમતે ઉપલબ્ધ છે. આ સાથે મોટોરોલા દ્વારા પ્રારંભિક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે, જે 5 હજાર રૂપિયા છે. આ કિસ્સામાં ફોનની કિંમત 54,999 રૂપિયા રહેશે.
5,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે, જેના માટે ICICI, HDFC બેંકના કાર્ડનો ઉપયોગ કરવો પડશે. બંને ઑફર્સનો લાભ લઈને તમે આ ફોનને 49,999 રૂપિયામાં ખરીદી શકો છો. આવી સ્થિતિમાં, જો તમે બંને ઑફર્સને ભેગા કરો છો, તો તમે 10,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ ફોનનું પહેલું વેચાણ 24 જૂન, 2024ના રોજ બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે.
Motorola Edge 50 Ultraમાં 6.7 ઇંચ સુપર 1.5K (1220p) પોલેડ ડિસ્પ્લે છે. તેમાં HDR 10+ માટે સપોર્ટ હશે. તે 144Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તેની પીક બ્રાઇટનેસ 2500 nits હશે. આ ફોનનું વજન 197 ગ્રામ છે.
મોટોરોલાના આ ફોનમાં 12GB LPDDR5X રેમ સાથે Snapdragon 8s Gen 3 પ્રોસેસર છે. આ સાથે 512GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે. તેમાં 4500mAh બેટરી આપવામાં આવી છે, જેના વિશે કંપનીનો દાવો છે કે તે આખા દિવસનો બેટરી બેકઅપ આપી શકે છે.
125W ટર્બોપાવર સપોર્ટ મળે છે. આ અંગે કંપનીનો દાવો છે કે, તે ફોનને માત્ર 7 મિનિટમાં એટલો ચાર્જ કરે છે કે, જેથી તેનો આખો દિવસ ઉપયોગ કરી શકાય. તેમાં 50W વાયરલેસ ચાર્જર અને 10W વાયરલેસ પાવર શેરિંગ ફીચર છે.
Motorola Edge 50 Ultraમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. આમાં પ્રાથમિક કેમેરા 50MPનો છે. સેકન્ડરી કેમેરા 50MP અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ પણ છે. આ ઉપરાંત, 64MP ટેલિફોટો સેન્સર છે, જે 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે આવે છે. તેમાં 50MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે, જે ઘણી AI સુવિધાઓ સાથે આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp