26th January selfie contest

NASAએ મંગળની એવી તસવીર શેર કરી કે લોકો બોલ્યા એલિયનનું ઘર

PC: nasa.gov

મંગળ ગ્રહ પર ઘણી વખત અજીબો-ગરીબ વસ્તુઓની શોધ થતી રહે છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી NASAના ક્યૂરિયોસિટી રોવરે પત્થરમાં એક ચૌકોર રસ્તો જોયો. એવું લાગી રહ્યું હતું કે, પત્થરને કાપી તેની અંદર રસ્તો બનાવવામાં આવ્યો છે. આ દરવાજાની અંદર શું છે તે હાલ જાણવા મળ્યું નથી. પરંતુ તે જોઈને લાગી રહ્યું છે કે, તેની અંદર કોઈ જીવ રહે છે. NASAની આ તસ્વીર ઘણી આશ્ચર્ય ચકિત કરતી છે.

7મે 2022ના માર્સ ક્યૂરિયોસિટી રોવરના માસ્ટકેમે આ ફોટો લીધો હતો. ફોટો બ્લેક એન્ડ વ્હાઈટ મળ્યો હતો. જે બાદમાં નાશાના વૈજ્ઞાનિકોએ તેને રંગી દીધો. શરૂઆતમાં તો NASAના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, તેમને પહેલા લાગ્યું કે, મંગળ ગ્રહના કેન્દ્રમાં જવાનો રસ્તો મળી ગયો છે અથવા તો કોઈ નાના એલિયનના ઘરનો દરવાજો છે. અથવા તો કોઈ સુરંગ છે.

કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે, મંગળ ગ્રહ પર આવનાર ભૂકંપના કારણે પત્થર તૂટવાથી બનેલ આકૃતિ છે. અથવા તો પછી પત્થરો પર પડેલ કોઈ પ્રકારના દબાણ અથવા ખેંચાણનું પરિણામ છે. આ વર્ષે 4 મેના મંગળ ગ્રહ પર સૌથી ભયાનક ભૂકંપની જાણકારી સામે આવી હતી. હોય શકે કે ભૂકંપના કારણે આ પત્થરમાં આ પ્રકારનો રસ્તો બની ગયો હોય.

ત્યાં જ કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ પત્થરની વચ્ચે બનેલ એક ખાડો છે, જે કોઈ પ્રકારે લાલ માટીથી ભરાયેલો હતો. ભૂકંપ આવવાના કારણે માટી તૂટીને સાફ થઈ ગઈ. અને આ દરવાજો દેખાવા લાગ્યો. એલિયનના ઘરનો આ દરવાજો કેટલાક ઈંચ લાંબો છે. જો કે, ફોટોથી તેના કોઈ ચોક્કસ આકાર વિશે જાણવું મુશ્કેલ છે.

આ દરવાજો જે સ્થાને મળ્યો છે, તેને ગ્રીનહ્યૂ પેડિમેંટ કહેવામાં આવે છે. જેનો ફોટો 7 મે 2022ના ક્યૂરિયોસિટી રોવરના માસ્ટકેમ દ્વારા લેવામાં આવ્યો હતો. NASAએ જણાવ્યું કે, ગત કેટલાક વર્ષોમાં મંગળ ગ્રહ પર ઉપસ્થિત લેંડર્સ અને રોવર્સે ખૂબ વિચિત્ર અને શાનદાર ફોટોગ્રાફ્સ લીધા છે. આ ફોટોમાં બરફથી ભરેલા ગટ્ઠા, અલગ-અલગ આકારના પત્થર, ખાલી પડેલ પહાડ સહિતનું જોવા મળ્યું છે.

સામાન્ય રીતે લોકો આ પ્રકારની શોધને એલિયન સાથે જોડી લે છે. જો કે, NASAએ કહ્યું કે, આપણે આ પ્રકારની કહાનીઓથી દૂર રહેવું જોઈએ. જ્યાં સુધી કોઈ પણ વસ્તુની તપાસ ન થઈ જાય તે અંગે કોઈ પ્રકારની અફવા ફેલાવવી બરાબર નથી. ગત વર્ષે ચીનના યૂતૂ-2 રોવર પર એક ચૌકોર ક્યૂબના આકારની આકૃત જોવી મળી હતી. જેને એલિયનની ઝૂંપડી કહેવામાં આવી રહ્યું હતું. તપાસ બાદ જાણવા મળ્યું કે તે માત્ર એક પત્થર હતો. પ્રકાશના કારણે તેનો ક્યૂબ જેવો આકાર ઝૂંપડી જેવો લાગી રહ્યો હતો.

એટલા માટે હોય શકે છે કે, મંગળ ગ્રહ પર આ એલિયન ઝૂંપડીનો દરવાજો પણ તપાસ બાદ કાંઈક બીજુ જ નિકળ્યું. ત્યાં સુધી NASAએ આ પ્રકારની તસ્વીરોનો આનંદ લેવા માટે કહ્યું. કારણ કે, મંગળ ગ્રહ પર કાંઈક એવું છે જે અંગે મનુષ્યને જાણ નથી. સતત આ પ્રકારની વસ્તુની તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp