માત્ર રૂ.11000માં બુક થઈ રહી છે આ SUV, કિંમત 5-6 લાખ આસપાસ રહેવાની સંભાવના

PC: nissanao-production.com

કાર બનાવતી ઓટો કંપની નિસાન ઓટોમોટિવ ઈન્ડિયા પ્રા.લી. પોતાની નવી કેમ્પેક્ડ SUV મેગ્નાઈટ તા.26 નવેમ્બરના રોજ લૉન્ચ કરી શકે છે. કંપનીએ લૉન્ચિગ પહેલા કારનું બુકિંગ શરૂ કરી દીધું છે. ફેસ્ટિવલ સીઝનમાં ગ્રાહકો કંપનીન કોઈ શૉ રૂમમાં જઈને 11000થી 25000રૂ. સુધીમાં નવી કાર માટે બુકિંગ કરાવી શકે છે. કંપની ટૂંક જ સમયમાં આ નવી કાર માટે ઓફિશ્યલ બુકિંગ શરૂ કરી શકે છે.

અન્ય SUV મોડેલ અને સ્ટાર્ટિંગ કિંમત

નિસાન મેગ્નાઈટ 5.50 લાખ (સંભવિત)
કિયા સોનેચ 6.71 લાખ
હ્યુંડાઈ વેન્યુ 6.75 લાખ
ફોર્ડ ઈકોસ્પોર્ટ 8.19 લાખ

રિપોર્ટ અનુસાર આ નવી કારની સ્ટાર્ટિંગ કિંમત 5.50 લાખ રૂપિયા રહેશે. એવું જો માની લેવામાં આવે કે, નિસાન મેગ્નાઈટની સ્ટાર્ટિંગ કિમત 5.50 લાખ રૂપિયા છે તો આ એના સેગમેન્ટની બીજી કેટલીય કોમ્પેક્ડ SUV જેમ કે, કિયા, હ્યુડાઈની વેન્યુ તથા ફોર્ડ પર ભારી પડી શકે છે. આ તમામ કાર સાથે સીધી સ્પર્ધા થઈ શકે છે. રેનો નિસાનની આ નવી કાર cmf-a પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. જેમાં નેચરલી એસ્પાયર્ડ B4D ડ્યુલVVT 1.0 પેટ્રોલ એન્જિન આવશે. જે 72hpનો પાવર જનરેટ કરશે. આ ઉપરાંત 5 સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સ પણ મળશે.

વેરિયંટ કિંમત (લાખ રૂપિયામાં)
1.0 XE 5.5
1.0 XL 6.25
1.0 XV 6.75
1.0 XV પ્રિમિયમ 7.65
1.0 ટર્બો XL 7.25
1.0 ટર્બો XV 7.75
1.0 ટર્બો XV પ્રિમિયમ 8.65

હાય વેરિયન્ટમાં HRA0 ટર્બો ચાર્જ્ડ 1.0 લિટર પેટ્રોલ એન્જિન આવશે. એમાં પણ 5 સ્પીડ મેન્યુઅલ મળી રહેશે. જ્યારે cvtમાં ઓટોમેટિક ગેરબોક્સ આવશે. જેમાં 95 hp પાવર જનરેટ થશે. આ કારનું કોઈ ડીઝલ મોડલ લૉન્ચ કરવામાં નહીં આવે. આ સેગમેન્ટમાં પ્રથમ વખત 360 ડીગ્રી અરાઉન્ડ વ્યુ મોનિટર આપવામાં આવ્યું છે. જે નિસાન કિક્સમાંથી લેવામાં આવ્યો છે. આ ફીચરમાં ચારેય બાજુ કેમેરા આપવામાં આવ્યા છે. જે ચારેય બાજુના વ્યુ દેખાડે છે. એક બટન દબાવીને લીસ્ટમાંથી જરૂરિયાત અનુસાર કેમેરા વ્યુની પસંદગી કરી શકાય છે.

આ ઉપરાંત ડ્યુલ એરબેગ, ઈબીડી સાથે abs, સેન્ટ્રલ લોક સિસ્ટમ, સ્પીડ સેન્સિંગ ડોર લોક જેવા કોમન ફીચર્સને પણ આવરી લેવાયા છે. આ ઉપરાંત વ્હીકલ ડાયનામાઈક કંટ્રોલ, હિલ સ્ટાર્ટા આસિસ્ટ સિસ્ટમ અને ટ્રેક્શન કંટ્રોલ જેવા જરૂરી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ટાયર પ્રેશર મોનિટર સિસ્ટમ સાથે એન્ટી રોલ બોર સાથે ચેસિસ અને સસ્પેન્શન પણ આપવામાં આવ્યા છે. જ્યારે મેગ્નાઈટમાં વાયરલેસ ચાર્જિગ સિસ્ટમ આપવામાં આવી છે. જે આ સેગમેન્ટની અન્ય કોઈ SUVમાં મળતું નથી.

મેગ્નાઈટમાં વાયરલેસ ચાર્જિંગ ઓટો ક્લાઈમેટ એરકોન નોબ નીચે આપવામાં આવ્યા છે. આ નવી કાર કંપની આગામી મહિને ડિસેમ્બરમાં માર્કેટમાં મૂકી શકે છે. જેની સ્ટાર્ટિંગ શૉરૂમ કિંમત રૂ5.3 લાખ .થી લઈને રૂ.7.5 લાખ સુધી હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp