Brezza-Venueને ટક્કર આપવા આવી રહી છે આ કાર, કિંમત 6 લાખની આજુબાજુ રહેવાનો અંદાજ

PC: cartoq.com

સબ-કોમ્પેક્ટ SUVની ભારતીય માર્કેટમાં ઘણી ડિમાન્ડ છે. હવે આ સેગમેન્ટમાં જાપાનની કાર નિર્માતા કંપની Nissan India નવી SUV લઈને આવી રહી છે. અસલમાં, કંપનીએ ભારતમાં પોતાની ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવી સબ-કોમ્પેક્ટ SUV Magniteને લોન્ચ કરી દીધી છે. ભારતીય માર્કેટમાં આ કારનો મુકાબલો Maruti Suzuki Brezza, Hyundai Venue અને Kia Sonet સાથે થશે.

Nissan Magniteના પ્રોડક્શન સ્પેસિફિકેશન મોડેલની ડિઝાઈન મોટેભાગે કારના કોન્સેપ્ટ મોડલ જેવી જ છે. તેના ફ્રન્ટમાં લાર્જ સિંગલ પીસ ગ્રિલ, L શેપવાળી LED DRLs, LED ફોગ લેમ્પ અને સ્લીક લુકવાળી LED બી-પ્રોજેક્ટર હેડલેમ્પસ આપવામાં આવ્યા છે. જ્યારે રિયરમાં રુફ સ્પોઈલર, એલઈડી ટેલ લાઈટ્સ, લેયર્ડ બમ્પર, ફોકસ સ્કિડ પ્લેટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

મળેલી જાણકારી પ્રમાણે, આ કારને ઓફિશિયલી દિવાળીની આસપાસ લોન્ચ કરવામાં આવશે. Magnite SUVને Reno-Nissan એલાયન્સના CMF-A+મોડ્યુલર પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. નિશાનની ભારતમાં પહેલી કાર છે જેની પર નિશાનના નવા લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Nissan Indiaએ હાલમાં આ કારના એન્જિનને લઈને કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ મળેલા સુત્રો પ્રમાણે માનીએ તો તેમાં નેચરલી ઈસ્પિરેટેડ 1.0 લિટર 3 સિલીન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જેનું કોડનેમ HR10 રાખવામાં આવ્યું છે. જે 71 bhpનો પાવર અને 96nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય કંપની આ કારમાં 1.0 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન પણ આપી શકે છે. જે ટોપ વેરિયન્ટમાં હોઈ શકે છે.

Magniteમાં ફ્યુક્સ સ્કિડ પ્લેટ્સ અને ડ્યુઅલ ટોન એલોય વ્હીલનો ઉપયોગ થયો છે. Nissan Megniteમાં 360 ડિગ્રી કેમેરો, ટચસ્ક્રીન ઈનફોટેનમેન્ટ,EBDની સાથે ABS, ટ્રેક્શન કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ડ્યુઅલ એરબેગ્સ, વ્હીકલ ડાયનામિક્સ કંટ્રોલ જેવા સેફ્ટી ફીચર્સ મળશે. 360 ડિગ્રી કેમેરો સામાન્ય રીતે તેનાથી ઉપરવાળી સેગમેન્ટની કારોમાં આપવામાં આવે છે. Nissan Magniteનું વેચાણ પહેલા ભારતમાં શરૂ થશે, તેના પછી ગ્લોબલ માર્કેટમાં ઉતારવામાં આવશે.

જો કિંમતની વાત કરીએ તો 6.20 લાખ રૂપિયાની આસપાસ રહે તેવી સંભાવના છે. જે તેના સેગમેન્ટની સૌથી સસ્તી કાર હશે. કારનો ફ્રન્ટ લુક Nissan Kicksને મળતો આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp