iPhones પર હવે નહીં મળે ઓફર્સ, કંપની લાવી નવી સેલ્સ પોલિસી

PC: uskings.us

દેશમાં છેલ્લા Apple હેડ સંજય કોલની સેલ્સ સ્ટ્રેટેજી ખતમ કરીને Apple ઈન્ડિયાએ નવા હેડ માઈકલ કોલંબ એપલ પ્રોડક્ટ્સ માટે નવી સેલ્સ રણનિતી બનાવી રહ્યા છે. હવે ભારતમાં iPhones, iPad અને Mac કમ્પ્યુટર્સને એક ઓર્ગેનાઈઝ્ડ ડિસ્ટ્રીબ્યૂશન હેઠળ વેચવામાં આવશે.

તેનો મતલબ છે કે ગ્રાહકોને હવે Apple પ્રોડ્ક્ટ્સ પર એકદમ ઓછું ડિસ્કાઉન્ટ મળશે કારણ કે ડિસ્ટ્રીબ્યુટર્સની સંખ્યાને સીમિત કરી દેવામાં આવી છે અને કંપની કિંમતોને મેઈન્ટેન કરવા માટે મોટા પગલાં લઈ રહી છે. આ મામલા સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે કંપનીનું આ પગલું લેવા પાછળનું કારણ છે કે બ્રાન્ડને ડિસ્ટ્રીબ્યૂચર્સને વધારે છૂટ આપીને તેમને કોઈ પણ રિટેઈલરને પ્રોડક્ટ વેચવા માટે આપવામાં આવતા બ્રાન્ડની પકડ ભારતીય માર્કેટમાં નબળી પડી છે.

કંપનીના એક અધિકારીએ કહ્યું હતું કે ડિસેમ્બરમાં Appleના નવા હેડ બનેલા કોલંબ માત્ર બે નેશનલ ડિસ્ટ્રીબ્યૂટર્સની સાથે કામ કરશે. ઈનગ્રેમ માઈક્રો એન્ડ એડિંગ્ટનડોટબ્રાઈસ્ટાર અને રાશિ પેરિફેરલ્સ અને એચસીએલ ઈન્ફોસિસ્ટમ સાથે ભાગીદારી ખતમ કરશે. તેમનું માનવું છે કે બે નેશનલ ડિસ્ટ્રીબ્યૂચર્સ દેશમાં Appleના પ્રોડક્ટને પહોંચાડવા માટે પૂરતા છે. તે સિવાય કંપની જાતે મોટા રિટેલર્સ અને ઓનલાઈન પાર્ટનર્સને પ્રોડક્ટ વેચશે, જેથી કિંમત પર પહેલેથી વધારે કંટ્રોલ કરી શકાય. આ બધાને મુંબઈ પાસે આવેલા ભિવંડીમાં બનેલા Appleના નવા ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટરથી સંચાલિત કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હજુ પણ Apple પ્રોડક્ટ્સ માટે સ્પેશિયલ પ્રમોશન મળતા રહેશે, પરંતુ હવે મોટા ઘટાડાના દિવસો આવી ગયા છે. એચસીએલ અને બ્રાઈસ્ટાર સાથેની ભાગીદારી ખતમ કરવાની જાણકારી આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp