ટાટા ગ્રુપ લંડનની કંપનીને 525 કરોડમાં ખરીદી લે પછી ઇલેક્ટ્રીક વાહનોમાં ક્રાંતિ

PC: theprint.in

ઇલેક્ટ્રીક વાહનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટાટા ગ્રુપ લંડનની એક બેટરી ઉત્પાદક કંપનીને 525 કરોડ રૂપિયામાં ખરીદી લેશે તેવી શક્યતા છે. ટાટા ગ્રુપે તાજેતરમાં ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગમાં આવતી સેમીકંડકટર ચીપ્સના ઉત્પાદન માટે ત્રણ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે હવે કંપનીની નજર બેટરી બનાવવાળી કંપની પર છે. ટાટા ગ્રુપ જે કંપની ખરીદવાની હોડમાં છે તે બેટરી ઉત્પાદક કંપની વિશ્વની અગ્રણી કંપની છે.

 ટાટા ગ્રુપની કંપની બ્રિટનની કંપની જોનસન મૈથેને ખરીદવાની હોડમાં સૌથી આગળ છે. ટાટા આ કંપનીને 700 મિલિયન ડોલર ( લગભગ 525 કરોડ રૂપિયા)માં ખરીદી શકે છે.જયાં જયાં ટાટા મોટર્સની કંપની હોય ત્યાં જોનસન મૈથેની ઉપસ્થિતિ હોય છે.ટાટા ગ્રુપની કંપની ટાટા કેમિકલ અને જોનસન  મૈથે વચ્ચે વાત ચાલી રહી છે. જો કે ટાટા કેમિકલના પ્રવકતાએ કહ્યું કે કંપનીની પોલીસી મુજબ બજારની અટકળો પર કંપની ટીપ્પણી કરતી નથી.

ટાટા ગ્રુપ જો જોનસન મૈથેને ખરીદી લેશે તો ટાટાને ઇલેક્ટ્રીક વાહનોની પોતાની રેંજ વધારવા અને ઇલેકટ્ર્કી વાહનોમાં હરીફ કંપની સામે પોતાની કોસ્ટીંગ ઘટાડવામાં મદદ મળશે અત્યાર સુધી કોઇ ઇલેકટ્રીક કાર ઉત્પાદક કંપની પાસે ઇન હાઉસ બેટરી ઉત્પાદનની ક્ષમતા  નથી. આ સોદો ભારતીય ઇલેકટ્રીક વાહનોના બજારનું નેતૃત્વ કરવાની ટાટા ગ્રુપની આંકાક્ષોને અનુરૂપ છે.

 જોનસન મૈથે અને ટાટા કેમિકલ્સ વચ્ચે વાતચીત લગભગ 15 દિવસ પહેલાંથી શરૂ થઇ ગઇ છે. બ્રિટીશ સ્પેશિયાલીટી કંપની જોનસન મૈથેએ બિઝનેશમાંથી બહાર નિકળી જવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું હતું કે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ, કિંમતી ધાતુઓના ઘટેલા ભાલ અને અમેરિકન લેબર મોંઘું થવાને કારણે કંપનીના નફા પર મોટી અસર પડી  શકે છે. એવામાં બેટરી સામગ્રીને જાળવી રાખવું મુશ્કેલ બનશે.

 ઘણા વર્ષોથી જોનસન મૈથે ગ્રુપ ઇએલએનઓ નામનો એક જેટ બ્લેક પદાર્થના ડેવલપમેન્ટ માટે દાવ લગાવી રહ્યા હતા. જે નિકલ, કોબાલ્ટ અને લિથિયમથી બનેલું હતું અને તેનો ઉપયોગ કેથોડમાં કરવામાં આવે છે, આ એક ઇલેકટ્રીક કારની બેટરીનો સૌથી મોંઘો હિસ્સો હોય છે.

 દુનિયાભરમાં હવે ઇલેક્ટ્રીક વાહનોનો ક્રેઝ વધી ગયો છે અને વર્ષ 2030 સુધીમાં  ઇલેક્ટ્રીક સ્કુટર અને ઇલેકટ્રીક કારો મોટી સંખ્યામાં રસ્તા પર દોડતી દેખાશે એની પુરી તૈયારી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp