બેટરી બનાવનારી કંપની Okayaનું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, આટલી છે કિંમત

PC: twitter.com

બેટરી બનાવનાર પ્રમુખ કંપની ઓકાયાએ પોતાનું એક નવું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી દીધું છે. Okayaના આ નવા EV સ્કૂટરનું નામ Okaya Freedum રાખવામાં આવ્યું છે. જે 12 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ રહેશે. Okaya Freedum સંપૂર્ણ રીતે સ્વદેશી ઈલેક્ટ્રિક સ્કૂટર છે. આને કંપનીએ પોતાના હિમાચલ પ્રદેશના બદ્દી પ્લાન્ટમાં તૈયાર કર્યું છે. કંપની આ સ્કૂટરને 4 વેરિયન્ટમાં લાવશે. જેમાં પહેલા ઓછા સ્પીડવાળા સ્કૂટર લોન્ચ કરવામાં આવશે. આવનારા મહિનાઓમાં આ મોડલના વધારે રેન્જવાળા સ્કૂટર ઉતારવામાં આવશે. કંપનીની યોજના ચાલુ નાણાકીય વર્ષમાં 14 નવા પ્રોડક્ટ લાવવાની છે.

ઓકાયા ગ્રુપના એમડી અનિલ ગુપ્તાનું કહેવું છે કે અમે લોકો હાઇ ક્વોલિટી અને અફોર્ડેબલ ઈલેક્ટ્રિક સ્કૂટર આપવાની કોશિશ કરી રહ્યા છે.

બે રીતના બેટરી ઓપ્શન

Okaya EVનું કહેવું છે કે Okaya Freedumમાં બે રીતની બેટરી ઓપ્શન મળશે. જેમાં લિથિયમ આયન બેટરી અને લીડ એસિડ ઓપ્શન મળશે. આ સ્કૂટર સફેદ, લાલ, બ્લેક, ગ્રીન, બ્રાઉન, ડિપ યેલ્લો, ગ્રે અને બેજ સહિત 12 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ મળશે.

સિંગલ ચાર્જમાં 80 કિમી સુધી

કંપનીએ Okaya Freedumમાં 250Wનો પાવર પેદા કરનારી બેટરી આપી છે. તેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાક અને મેક્સિમમ રેન્જ 80 કિમી સુધી રહેશે. આની બેટરીને ફુલ ચાર્જ થવામાં 4 થી 5 કલાક લાગશે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 25 કિમી છે. 

અન્ય ખાસિયતોની વાત કરીએ તો આ સ્કૂટરમાં ડિજિટલ ડિસ્પ્લે, ડિસ્ક ફ્રંટ બ્રેક, ડ્રમ રિયર બ્રેક, ટેલિસ્કોપિક ફ્રંટ સસ્પેંશન, મોનોસ્કોપિક રિયર સસ્પેંશન, LED હેડલેમ્પ, LED DRL, રિમોટ લોક અનલોક અને વ્હીલ લોક જેવા ફીચર્સ છે. આ સ્કૂટરની એક્સ શો રૂમ કિંમત 69000 રૂપિયાથી શરૂ થાય છે. ત્યાર પછી આજ મોડલના હાઈ-સ્પીડ અને વધારે રેન્જવાળા વેરિયન્ટ લોન્ચ થવાના છે.

માર્કેટમાં હાલમાં સતત ઈલેક્ટ્રિક સ્કૂટર રજૂ થઇ રહ્યા છે. ઓલા સ્કૂટરની ખરીદી ખુલ્યા પછી માત્ર 2 દિવસમાં 1100 કરોડ રૂપિયાથી વધારાનું વેચાણ થયું છે. તો LMLએ પણ આ સેગમેન્ટમાં નવા સ્કૂટર લાવવાની જાહેરાત કરી છે. હીરો મોટોકોર્પ ટૂંક સમયમાં પોતાનું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp