OnePlus Nord CE4 ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત
Oneplusએ ભારતમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે, જેનું નામ OnePlus Nord CE4 છે. તેને ભારતમાં ઘણા એટ્રેક્ટિવ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 50MPનો ડબલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં Qualcomm Snapdragon 7 Gen 3 ચિપસેટ અને 5500 mAhની બેટરી આપી છે. આવો આ આર્ટિકલમાં જાણીએ વિગતવાર.
OnePlus Nord CE4ના આ હેન્ડસેટને 24,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં રજૂ કરવામાં આવ્યો છે. શરૂઆતી વેરિયન્ટમાં 8GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. તો બીજો વેરિયન્ટ 8GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 26,999 રૂપિયા છે. તેની સેલ 4 એપ્રિલ બપોરે 12:00 વાગ્યાથી શરૂ થશે. 5 એપ્રિલ સુધી ખરીદનારાઓને 1500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ અમૂક બેંક પર મળશે. આ ફોન બે કલર વેરિયન્ટમાં આવે છે Dark Crome અને Celadon Marble કલર છે.
OnePlus Nord CE4માં 6.7 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જે AMOLED પેનલ છે. તેમાં 120Hzની રિફ્રેશ રેટ્સ અને HDR10+ સપોર્ટ આપ્યો છે. આ ફોનમાં 89.3 ટકા સ્ક્રીન ટૂ બોડી રેશિયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ટોપ સેન્ટરમાં એક કટઆઉટ આપવામાં આવ્યું છે, જે સેલ્ફી કેમેરાના કામમાં આવે છે. OnePlus Nord CE4માં Qualcomm Snapdragon 7 Gen3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્મૂદ એક્સપિરિયન્સ અને ગેમિંગ પર શાનદાર પરફોર્મન્સ આપશે. તેની સાથે 8GB RAM+ 128GB અને 8GB RAM+256GB સ્ટોરેજ મળશે. આ હેન્ડસેટમાં 5500 mAhની બેટરી છે.
તેની સાથે 100 W With Smart Charging 4.0 ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. કંપનીનો દાવો છે કે, એ 1-100 ટકા બેટરીને 26 મિનિટ ફૂલ ચાર્જ કરી શકાય છે. OnePlus Nord CE4માં ડબલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 50 MPનો પ્રાઇમરી કેમેરા છે. f/1.8 અપર્ચર સાથે આવે છે. તેમાં 8MPનો સેકન્ડરી કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MPનો કેમેરા છે. તેમાં ખૂબ શાનદાર કેમેરા મોડ આપવામાં આવ્યા છે, જે ફોટોગ્રાફીને એક્ટ્રેક્ટિવ બનાવવામાં મદદ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp