ઓફલાઇન પણ ખરીદી શકશો OnePlus 6T, જાણો ક્યાંથી

PC: cbsistatic.com

ભારતમાં સ્માર્ટફોનની પ્રીમીયમ બ્રાન્ડ OnePlus અને દેશમાં સૌથી વધુ ઝડપે વિકસી રહેલી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ રિટેલ ચેન, રિલાયન્સ ડિજિટલ વચ્ચે આજે ભાગીદારીની જાહેરાત થઇ છે. આ ભાગીદારી થકી વનપ્લસ અને રિલાયન્સ ડિજિટલ ગ્રાહકો માટે વનપ્લસ મોબાઈલ ખરીદી કરવા દેશભરમાં વધુ સવલત ઉભી કરી રહ્યા છે.

ઓફલાઈન ભાગીદાર તરીકે રિલાયન્સ ડિજિટલના સ્ટોર ઉપર વનપ્લસની પ્રોડક્ટ્સ ગ્રાહકો વધુ સરળતાથી ઓનલાઈન ઉપર મળતી કિંમતે જ ખરીદી શકશે. ઉપરાંત, રિલાયન્સ ડિજિટલ સ્ટોર ઉપર ગ્રાહકોને આપવામાં આવતા વળતરનો લાભ પણ મળશે.

આ પ્રસંગે વનપ્લસ ઇન્ડીયાના જનરલ મેનેજર વિકાસ અગ્રવાલે જણાવ્યું હતું, “ભારતમાં પ્રીમીયમ સ્માર્ટફોનનું બજાર વિસ્તરી રહ્યું છે. વનપ્લસ આ વિકસી રહેલા બજારમાં ગ્રાહકો સુધી વધુ અસરકારક રીતે પહોંચવા ઓનલાઈન સાથે ઓફલાઈન પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરશે. રિલાયન્સ ડિજિટલ સાથેની આ ભાગીદારી થકી વનપ્લસને દેશભરના શહેરોમાં ગ્રાહકો સુધી પહોંચવા સુદ્રઢ બનાવશે. ગ્રાહકોને સૌથી શ્રેષ્ઠ અનુભવ આપવાની રિલાયન્સ ડિજિટલને નેમ સાથે વનપ્લસની ગ્રાહકોને શ્રેષ્ઠ ઉત્પાદન આપવાની નેમ જોડાય છે.”

“વર્તમાન ઓનલાઈન બિઝનેસ સાથે ઓફલાઈન થકી ગ્રાહકો માટે પ્રોડક્ટની વધુ વ્યાપક ઉપલબ્ધતા. બ્રાન્ડ સાથે લોકોનું જોડાણ વધારશે, ગ્રાહકો વધુ સારી રીતે પ્રોડક્ટ સમજી શકશે,” એમ તેમણે ઉમેર્યું હતું.

ભાગીદારી અંગે વધુ વિસ્તારથી માહિતી આપતા રિલાયન્સ ડિજિટલના CEO બ્રિયાન બેડેએ જણાવ્યું હતું,”વનપ્લસ સાથેની આ ભાગીદારીની જાહેરાત કરતા અમે હર્ષ અનુભવીએ છીએ. અમારો સતત પ્રયાસ છે કે ટેકનોલોજીની જરૂરિયાત સાથે ગ્રાહકોને વિશ્વ કક્ષાનો અનુભવ આપીએ અને તેમાં OnePlus 6T વધુ એક ઉમેરો છે.”

ભારતીય બજાર માટે કટિબદ્ધ વનપ્લસે વિશ્વમાં સૌપ્રથમ વખત આ રીતે ભાગીદારી કરી છે. કાઊંટર પોઈન્ટની માર્કેટ મોનીટર સર્વિસના Q2  રીપોર્ટ અનુસાર ભારતમાં ૪૦% બજાર હિસ્સા સાથે વનપ્લસ પ્રીમીયમ સ્માર્ટફોન ક્ષેત્રે સૌથી મોટી બ્રાન્ડ છે.

આ સહયોગના ભાગરૂપે, વનપ્લસ અને રિલાયન્સ ડિજિટલ દરેક સ્ટોરમાં ગ્રાહકો માટે ખાસ ઝોન ઉભા કરી ફોનના લાઈવ ડેમો અને ડિસ્પ્લે આપશે તેમજ ગ્રાહકોને ખરીદી વખતે પ્રોડક્ટ અંગે કોઇપણ સમજણની આવશ્યકતા નિષ્ણાંત અને તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા પૂરી પાડવામાં આવશે.

વનપ્લસ વિષે:

વનપ્લસ ટેકનોલોજીની જૂની પરિભાષાને પડકારી મોબાઈલ ટેકનોલોજી ક્ષેત્રે વૈશ્વિક ફલક ઉપર કામ કરતી કંપની છે. કંપનીની સ્થાપના નેવર સેટલ (અવિરત કાર્યરત) મંત્ર સાથે થઇ છે. ઉચ્ચ કામગીરી આપતા હાર્ડવેર અને પ્રીમીયમ બીલ્ડ ધરાવતા મોબાઈલ ડીવાઈસીઝ કંપની બનાવે છે. પોતાના ગ્રાહકોના સમુદાય અને પ્રસંશકો સાથે રહી કંપની પોતાનો વિકાસ સાધી રહી છે.

રિલાયન્સ ડિજિટલ વિષે

રિલાયન્સ ડિજિટલ વતી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ ક્ષેત્રે રિલાયન્સ ડિજિટલ કાર્યરત છે. દેશભરમાં લગભગ  ૭૧૦૦ ટચપોઈન્ટ થકી રિલાયન્સ ડિજિટલ ગ્રાહકો સુધી પહોંચે છે. વિવિધ ભાવે લગભગ ૨૦૦૦ જેટલી પ્રોડક્ટ, ૧૫૦ જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની વિશાલ શ્રેણી થકી રિલાયન્સ ડિજિટલ ગ્રાહકો શ્રેષ્ઠ અને સૌથી નવીન પ્રોડક્ટ ખરીદે તેવો રિલાયન્સ ડિજિટલનો પ્રયાસ છે. ગ્રાહકો પોતાના ગેજેટ્સનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરી શકે અને સૌથી આધુનિક ટેકનોલોજી અંગે માહિતગાર રહે એ પ્રકારે સ્ટોરની ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ResQ થકી ગ્રાહકોને દરરોજ સંપૂર્ણ સેવા પણ પૂરી પાડે છે. વધુ માહિતી માટે www.reliancedigital.in ઉપર લોગ ઓન કરો.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp