પોપ્યુલર બજેટ સ્માર્ટફોન POCO M3ના ઊડ્યા ચીથરા, કંપની બોલી...

PC: indiatoday.in

છેલ્લા કેટલાક સમયથી સતત સ્માર્ટફોન ફાટવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલના સમાચાર એ છે કે હવે POCO M3 પોપ્યુલર સ્માર્ટફોનમાં આગ લાગી ગઇ છે અને ચીછરા ઉડી ગયા. POCO M3 પોપ્યુલર સ્માર્ટફોન છે અને Xiaomiનો જ એક સબ બ્રાન્ડ છે. માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વીટર પર મહેશ નામના શખ્સે આ ટ્વીટ કરી છે. ટ્વીટમાં તેણે POCO M3ની તસવીર પણ લગાવી છે જેને જોઈને અંદાજો લગાવી શકાય છે કે તે કેટલો ભયાનક છે. આ યુઝરે દાવો કર્યો છે કે POCO M3 તેનો ભાઈ યુઝ કરી રહ્યો હતો.

27 નવેમ્બરની સવારે POCO M3 ફાટી ગાયો. જોકે ફોન ફાટવાનું કારણ આ ટ્વીટમાં લખવામાં આવ્યું નથી. એ જણાવવામાં આવ્યું નથી કે ફોન ફાટવાથી કોઈને નુકસાન થયું છે કે નથી. POCO Indiaએ આ ઘટના બાદ એક ટ્વીટ કરી છે. કંપનીનું કહેવું છે કે કસ્ટમર સેફ્ટી મહત્ત્વપૂર્ણ છે અને આ રીતેની ઘટનાને કંપની ગંભીરતાથી લે છે. રસપ્રદ વાત એ છે કે હવે મહેશ અને POCO બંનેની જ ટ્વીટ પ્લેટફોર્મથી હટાવી લેવામાં આવી છે. POCOનું કહેવું છે કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. યુઝર દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે ફોનનો નીચેનો હિસ્સો સંપૂર્ણ રીતે સળગીને નષ્ટ થઈ ચૂક્યો છે.

દેખાવમાં ડરામણો લાગી રહ્યો છે. કેમેરા મોડ્યૂલ વિઝિબલ છે. કંપનીના સ્ટેટમેન્ટ મુજબ POCOએ કસ્ટમર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેના સર્વિસ સેન્ટર જવાની રાહ જોઈ રહી છે. POCOના જણાવ્યા મુજબ કંપની કસ્ટમરને સપોર્ટ આપવા માટે તૈયાર છે અને એમ પણ કહ્યું છે કે તેને પ્રાથમિકતાથી સોલ્વ કરવામાં આવશે. છેલ્લા કેટલાક મહિનાઓથી સતત અલગ અલગ સ્માર્ટફોન ફાટવાના સમાચાર આવી રહ્યા છે. હાલમાં જ OnePlus Nord સીરિઝનો સ્માર્ટફોન ફટાવાના સમાચાર આવ્યા હતા. આ પહેલા સેમસંગના સ્માર્ટફોનમાં આગ લાગવાના સમાચાર આવ્યા હતા. Xiaomiના સબ બ્રાંડના સ્માર્ટફોન પણ ફાટ્યા છે.

ફોનનો ઉપયોગ કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખો:

મોટા ભાગના સ્માર્ટફોનમાં થનારી બ્લાસ્ટની ઘટનાઓ ચાર્જિંગ દરમિયાન થઈ છે. તેના ઘણા કારણ થઈ શકે છે. ફોનના ચાર્જરને મળી રહેલા પાવર સપ્લાઈમાં કોઈ રીતેની પરેશનીના કારણે પણ ફોન ગરમ થઈ શકે છે અને બ્લાસ્ટ થઈ શકે છે.

લાંબા સમય સુધી ગેમ રમવા અને કેમેરાનો ઉપયોગ કરવાથી પણ ફોન ગરમ થઈ શકે છે.

ફોન ચાર્જમાં મૂકવા પહેલા પણ એ ધ્યાન રાખવું પડશે કે ફોનમાં કોઈ પણ રીતેની ભેજ ન હોય અને ન તો ચાર્જર અને સોકેટમાં ભેજ હોય. શિયાળાના વાતાવરણમાં ફોનના ચાર્જિંગ સોકેટ પાસે ભેજ હોય શકે છે.

ક્યારેય ફોનને ભીના હાથે ઉપયોગ ન કરો. એમ કરવાથી ફોનના ઇન્ટરનલ સર્કિટમાં ભેજ જવાના કારણે શૉટ સર્કિટ થઈ શકે છે અને ફોન બ્લાસ્ટ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp