ડોર-વિન્ડો વિના બનવાની હતી નેનો! રતન ટાટાએ શેર કરી આખી કહાની

PC: instagram.com

હાલમાં જ રતન ટાટાને એક ઇલેક્ટ્રિક ટાટા નેનો ગિફ્ટ મળી હતી, પરંતુ હવે ટાટા નેનો ફરી એક વખત ચર્ચામાં છે, કારણ છે તેને બનાવવાની આખી કહાની પોતે રતન ટાટાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. ટાટા ગૃપના માનદ ચેરમેન રતન ટાટાએ નેનો લોન્ચ કરતી વખતની એક તસવીર શેર કરી છે. સાથે જ એક સુંદર પોસ્ટ લખી છે. રતન ટાટાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, હું સતત ભારતીય પરિવારોને સ્કૂટર પર મુસાફરી કરતા જોતો હતો, જ્યાં મોટા ભાગે એક છોકરું માતા અને પિતા વચ્ચે સેન્ડવિચની જેમ બેસેલું રહેતું હતું.

ઘણી વખત લપસી પડાય તેવા માર્ગો પર પણ તેઓ આ પ્રકારે રહેતા હતા. અહીં એ મુખ્ય કારણ હતું જેણે મારી અંદર આ પ્રકારની ગાડી (નેનો) બનાવવાની ઈચ્છા ઉત્પન્ન કરી અને મને મોટિવેટ કર્યો. તેમણે આગળ લખ્યું કે, સ્કૂલ ઓડ આર્કિટેક્ચરમાં ભણવાનો ફાયદો મળ્યો. હું નવા પ્રકારાની ડિઝાઈનો પર કામ કરવાનો પ્રયત્ન કરી શકતો હતો. શરૂઆતમાં આઇડિયા હતો કે, ટૂ વ્હીલરને સુરક્ષિત બનાવવામાં આવે. તેના માટે ડિઝાઇન તૈયાર કરી જે એક ફોર વ્હીલની જ હતી, પરંતુ તેમાં ન તો કોઈ દરવાજો હતો અને ન તો કોઈ બારી, પરંતુ અંતમાં મેં નક્કી કર્યું કે આ એક કાર હશે.

 
 
 
View this post on Instagram

A post shared by Ratan Tata (@ratantata)

નેનો કાર હંમેશાં આપણા બધા લોકો માટે જ બનાવવામાં આવી હતી. લખટકિયા કાર કે સામાન્ય લોકોની કારના નામથી જાણીતી થયેલી ટાટા નેનોને કંપનીએ 10 ફેબ્રુઆરી 2008ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. તે એ સમયના BS-3 માંનાકના હિસાબે ડિઝાઇન કરવામાં આવી હતી. તેમ 624ccના 2 સિલિન્ડરવાળું પેટ્રોલ એન્જિન અને 4 સ્પીડ ગિયર બોક્સ હતું. કંપનીએ તેને 3 વેરિયન્ટમાં લોન્ચ કરી હતી. કંપનીએ તેની શરૂઆતી કિંમત 1 લાખ રૂપિયા રાખી હતી.

ટાટા નેનોની છેલ્લી યુનિટ વર્ષ 2019મા પ્રોડ્યુસ થઈ. તે (નેનો) રતન ટાટાની ડ્રીમ પ્રોજેક્ટ હતી, પરંતુ તે પોતાનું લક્ષ્ય હાંસલ ન કરી શકી. તેના બનાવવા અને બગડવાની જર્નીમાં ઘણા પડાવ આવ્યા, જેમાં બંગાળના સિંગૂરમાં લાગનારી ફેક્ટ્રીના ગુજરાતના સાણંદમાં શિફ્ટ થવા, નેનોમાં આગ લાગવાની ઘટનાઓ વધવાની કહાની સામેલ છે. એટલું જ નહીં ઘણા વિશેષજ્ઞોનું માનવું છે કે ટાટા સન્સમાંથી સાયરસ મિસ્ત્રીની વિદાઈમાં પણ નેનોનો હાથ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp