NFC સપોર્ટ સાથે Xiaomi Redmi Note 8T થયો લોન્ચ, જાણો તેની કિંમત

PC: maxabout.com

Xiaomiએ તેના સ્માર્ટફોન Redmi Note 8નું નવું વર્ઝન લોન્ચ કરી દીધું છે. થોડા દિવસથી સતત Redmi Note 8T ના લીકના સમાચાર આવી રહ્યા હતા. તાજેતરમાં જ ચીની સ્માર્ટફોન કંપની Xiaomiએ Redmi Note 8 અને Redmi Note 8 Pro એ ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યા છે. હવે કંપનીએ આ સીરિઝનો એક નવો સ્માર્ટફોન Redmi Note 8T લોન્ચ કર્યો છે.

Redmi Note 8T ને ફ્રાન્સમાં લોન્ચ કરવામાં આવ્યો છે અને Redmi Note 8 ના મુકાબલે તેમાં કાંઈ ખાસ ફરક નથી. ડિઝાઇન અને સ્પેસિફિકેશન્સ પણ આ ફોન સરખા જેવા જ છે. એક વસ્તુ જે નવા ફોનમાં અલગ છે તે છે Redmi Note 8T માં NFC નો સપોર્ટ આપવામાં આવ્યો છે. ભારતમાં Redmi Note 8T લોન્ચ કરવામાં નહિ આવે તે કન્ફોર્મ થઇ ચૂક્યું છે.  

સ્પેસિફિકેશન્સઃ

આ સ્માર્ટફોનમાં 6.3 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે છે જે એલસીડી છે. આ સાથે જ આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 4GB રેમ સાથે 128GB ની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે જેને માઇક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

કેમેરોઃ

Redmi Note 8T માં ફોટોગ્રાફી માટે ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી લેન્સ 48 મેગાપિક્સલનો કેમેરા છે અને તેના માટે Samsung GM1 સેન્સરનો યૂઝ કરવામાં આવ્યો છે. બીજું સેન્સર 8 મેગાપિક્સલનું છે જે અલ્ટ્રા વાઇડ છે. ત્રીજું સેન્સર 2 મેગાપિક્સલનું છે જે માઇક્રો લેન્સ અને ચોથું કેમેરા ડેપ્થ ઓફ ફીલ્ડ માટે છે અને એ પણ 2 મેગાપિક્સલનું છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

Redmi Note 8T માં USB Type C સપોર્ટ છે અને તેમાં 4,000mAhની બેટરી  આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં રેમ સાથે 32GBની સ્ટોરેજ છે, જ્યારે બીજા વેરિએન્ટમાં 4GB રેમ સાથે 128GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. આ ફોનની કિંમત 179 યૂરો એટલે કે લગભગ 14,000 રૂપિયાની છે.

કલરઃ આ સ્માર્ટફોન સ્ટારસ્પેસ બ્લૂ, મૂનલાઈટ વ્હાઈટ અને મૂનશેડો ગ્રે રંગમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp