Jioથી કેમ ગુસ્સે છે Vi, બોલી-ગરીબોને બર્બાદ કરવાનો છે પ્લાન
વોડાફોન આઇડિયા એટલે કે Viએ મુકેશ અંબાણીની રિલાયન્સ Jioના એ પ્લાનનો વિરોધ કર્યો છે, જેમાં Jio તરફથી દેશમાં 2G અને 3G સર્વિસ બંધ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. વોડાફોન આઇડિયાનું આ મામલે કહેવું છે કે આ પ્રકારે બળજબરીથી 2G અને 3G સર્વિસ બંધ કરવાનો નિર્ણય યોગ્ય નહીં હોય. તેનાથી ઓછી આવક અને ગરીબ વર્ગના લોકો માટે મુશ્કેલી ઉત્પન્ન થશે. તેનાથી ગરીબ તબક્કો જરૂરી બેસિક ટેલિકોમ સર્વિસથી દૂર થઈ જશે. તેનાથી દેશમાં ડિજિટલ રૂપે ભાગસાની લકીર ખેંચાશે.
શું છે Jioનો પ્લાન?
રિલાયન્સ Jioએ ટ્રાઈને એક પ્રસ્તાવ આપ્યો છે કે સરકારે એવી પોલિસી લાવવી જોઈએ, જેમાં 2G અને 3G નેટવર્કને પૂરી રીતે બંધ કરી દેવું જોઈએ અને બધા યુઝર્સે 4G અને 5Gમાં શિફ્ટ કરવામાં આવે. વોડાફોનનું કહેવું છે કે 2G અને 3G ટેક્નોલોજીની મદદથી એક મોટા તબક્કાને ફાયદો પહોંચાડી શકાય છે. કંપનીનું કહેવું છે કે દેશમાં લગભગ 200 મિલિયન કરતા વધુ 2G યઝર્સ છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં એરટેલ અને વોડાફોન આઇડિયા 2G સર્વિસ ઓફર કરે છે, જ્યારે Jio પોતાની શરૂઆતથી જ 4G સર્વિસ ઓફર કરી રહી છે. વોડાફોન આઇડિયા પાસે લગભગ 215 મિલિયન મોબાઈલ યુઝર્સ છે, જેમાં લગભગ 96 મિલિયન 2G યુઝર્સ સામેલ છે, જ્યારે એરટેલ પાસે 345.5 મિલિયન યુઝર્સમાંથી લગભગ 100 મિલિયન 2G યુઝર્સ છે.
વોડાફોન આઇડિયાનું કહેવું છે કે જો સરકાર દેશભરમાં 2G સર્વિસ બંધ કરવાનું ફરમાન જાહેર કરે છે અને તેની જગ્યાએ કોઈ નવી સર્વિસ ઓફર કરે છે તો સરકાર તરફથી ગરીબ તબક્કાને સબસિડી ઓદર કરવી જોઈએ. કહેવાનો અર્થ છે કે, જો 2G યુઝર્સને જબરદસ્તી 4G અને 5Gમાં શિફ્ટ કરવામાં આવે છે તો એવા યુઝર્સને સબસિડી ઓફર કરવામાં આવે. તો વોડાફોન આઇડિયાએ માગ કરી છે કે એવી સ્થિતિમાં ગરીબ લોકોને ફીચર ફોનથી સ્માર્ટફોનમાં શિફ્ટ થવા માટે સબસિડી આપવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp