રોહિત શેટ્ટીએ ખરીદી દુનિયાની સૌથી ઝડપી SUV, કિંમત જાણી ચોંકી જશો

PC: manoramaonline.com

એક્શન-કોમેડી ફિલ્મ બનાવવા માટે જાણીતા નિર્દેશક રોહિત શેટ્ટીએ દુનિયાની સૌથી ઝડપથી ચાલતી SUV કાર ખરીદી લીધી છે. સિંઘમ ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ મુંબઈની Lamborghini ની ડીલરશીપ પાસેથી લગ્ઝરી SUV Lamborghini Urus ખરીદી લીધી છે. Lamborghini મુંબઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રોહિત શેટ્ટીની એક તસવીર શેર કરી છે. જેમાં તે કારની સાથે ઉભો છે.

અમુક સમય પહેલા બોલિવુડ સ્ટાર રણવીર સિંહ પણ Lamborghini Urusની રાઈડ લેતા દેખાયો હતો. જે કાર તે ડ્રાઈવ કરી રહ્યો હતો તેના પર રજિસ્ટ્રેશન નંબર ન હતો, તેનાથી અંદાજો લગાવી શકાય કે રણવીર તે કારની પહેલી રાઈડ લેવા નીકળેલો હતો.

Lamborghini એ ભારતમાં પોતાની પહેલી સૌથી ફાસ્ટ SUV Urusને જાન્યુઆરી 2018માં લોન્ચ કરી હતી. આ શાનદાર કારને ગ્રાહકોએ એટલી પસંદ આવેલી કે મોંઘી હોવા છતાં તેનો પહેલો લૉટ વેચાઈ ગયો હતો.

કિંમતઃ

Lamborghini ની સુપર ફાસ્ટ SUV Urusની કિંમત 3 કરોડ રૂપિયા છે.

એન્જિન અને પાવરઃ

કંપનીની આ દમદાર SUVમાં 4.0 લીટરનું V8 એન્જિન લગાવ્યું છે. પાવરફુલ એન્જિનને કારણે આ કાર 0થી 100 કિમી/કલાકની સ્પીડ માત્ર 3.6 સેકન્ડમાં પહોંચી જાય છે. Lamborghini  Urusમાં 4.0 લીટરનું ટ્વીન ટર્બો V8 એન્જિન લગાવવામાં આવ્યું છે, જે કંપનીની ઈતિહાસમાં પહેલીવાર યૂઝ કરવામાં આવેલું ટર્બો એન્જિન છે. આ એન્જિન 650 bhp પાવર અને 850 Nm ટોર્ક જનરેટ કરે છે. Urus માત્ર 12.8 સેકન્ડમાં 200 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.

ફિચર્સઃ

Lamborghini  Urus સુપરફાસ્ટ SUV છે, પરંતુ કંપનીએ તેને માત્ર 5-સીટર કેટેગરીમાં લોન્ચ કરી છે. 8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ટ્રાન્સમિશનવાળી Lamborghini  Urusની ટોપ સ્પીડ 305 કિમી/કલાક છે. કારની 3 કરોડની કિંમત પ્રમાણે કંપનીએ તેવા ફિચર્સ પણ આપ્યા છે.

કારમાં ક્લાસિક ગ્રિલની સાથે જ LED હેડલેમ્પ, LED ટેલ લાઈટ્સની સાથે ઘણા બધા લક્ઝરી ફિચર્સ આપ્યા છે. Lamborghini માં સ્પીડની સાથે બ્રેકિંગ સિસ્ટમ પણ હાઈ ક્લાસ આપી છે. જેથી અત્યંત સ્પીડમાં દોડતી કારને બ્રેક મારીએ તો પણ તે તરત જ કંટ્રોલમાં આવી જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp