ગ્લેશિયર બ્લડની થિયરી ઉકેલવામાં વ્યસ્ત વૈજ્ઞાનિકો, મળ્યા ચોંકાવનારા કારણ

PC: gizmodo.com

ફ્રાન્સમાં સફેદ ગ્લેશિયરો પર લોહી જેવા લાલ ધબ્બાઓએ બધાને હેરાન કરી દીધા છે. તેને લઈને અલગ અલગ પ્રકારની વાતો થઈ રહી છે. કોઈ લાલ ધબ્બાઓને નરસંહારની નિશાની કહી રહ્યું છે તો કોઈ તેને જીવોના કત્લેઆમ સાથે જોડી રહ્યું છે. જોકે વૈજ્ઞાનિકોએ આવી કોઈ પણ આશંકાનો ઈનકાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે તેને  વિજ્ઞાનની ભાષામાં ગ્લેશિયરનું લોહી કહેવામાં આવે છે અને તેની સચ્ચાઈની તપાસ કરવા માટે એક પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે.

લિવસાયન્સના રિપોર્ટ પ્રમાણે, ફ્રાન્સના આલ્પ્સના પહાડોમાં જમા ગ્લેશિયરોની તપાસ માટે એલ્પએલ્ગા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. તની હેઠળ 3280 ફૂટ થી લઈને 9842 ફૂટની ઊંચાઈ સુધી  જમા ગ્લેશિયરોથી નીકળનારા લોહીની તપાસ કરવામાં આવશે. અત્યાર સુધી જે ગ્લેશિયરોની તપાસ કરવામાં આવી છે, તેના પરિણામો સૌ કોઈને હેરાન કરી દે તેવા છે. કારણ કે આ જે જીવના કારણે ગ્લેશિયર પર લાલ ધબ્બા બન્યા છે, તે સામાન્ય રીતે સમુદ્ર, નદી અને તળાવમાં રહે છે.

અચાનક તેનું પાણીની ગહેરાઈમાંથી નીકળીને થીજવી દે તેવા બરફના ગ્લેશિયરો પર આવવાનું ઘણા સવાલો ઊભા કરી રહ્યા છે. એલ્પએલ્ગા પ્રોજેક્ટના કોઓર્ડિનેટર એરિક માર્શલે કહ્યું છે કે આ ખાસ પ્રકારના માઈક્રોએલ્ગી છે, જે ગ્લેશિયરમાં ઉછરી રહ્યા છે. પાણીમાં રહેનારી આ એલ્ગી પહાડોના ઠંડા મોસમમાં જ્યારે રિએક્ટ કરે છે તો આ લાલ રંગ છોડે છે. જેના કારણે ઘણા કિમી સુધી ગ્લેશિયર લાલ દેખાવા લાગે છે. તેમણે કહ્યું છે કે કારણ કે આ માઈક્રોએલ્ગી પર્યાવરણ પરિવર્તન અને પ્રદૂષણને બર્દાસ્ત નથી કરી શકતી. આથી તેમના શરીરમાં તેના રિએક્શન જોવા મળે છે અને બરફ લાલ રંગનો થવા લાગે છે.

એરિકે કહ્યું છે કે સામાન્ય રીતે એલ્ગી સમુદ્ર, નદી અને તળાવમાં મળે છે પરંતુ હવે માઈક્રોએલ્ગી બરફ અને હવાના કણોની સાથે ઉડીને ગ્લેશિયરો સુધી પહોંચી ચૂકી છે. કેટલીક તો વધારે ઊંચાઈવાળા સ્થળો સુધી પહોંચી ગઈ છે. જ્યારે અમારી ટીમ ફ્રેન્ચ આલ્પ્સના પહાડોના ગ્લેશિયર પર પહોંચી તો ત્યાંનો નજારો આખો લાલ થઈ ગયો હતો. આ માઈક્રોએલ્ગી બરફના નાના નાના કણોની અંદર હાજર પાણીમાં ઉછરી રહી છે. તેની પર પર્યાવરણ પરિવર્તન અને પ્રદૂષણની અસર સાફ જોવા મળી રહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2016માં નેચર મેગેઝીનમાં થપાયેલી એક સ્ટડી પ્રમાણે લાલ રંગથી બરફ પર પ્રકાશ ઓછો પડે છે. જેના કારણે બરફ ઝડપથી પીગળવા લાગે છે. સીધી રીતે કહીએ તો એલ્ગી ગ્લેશિયરના જીવનના નાનું કરી શકે છે. જોકે આ વાત હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી કે સમુદ્રી એલ્ગીનો ઉછેર, પર્યાવરણ પરિવર્તન અને પ્રદૂષણને કારણે ગ્લેશિયરના લાલ થવાની ઘટનાઓ વધી ગઈ છે. જેના કારણે તે ઈકોસિસ્ટમમાં રહેતા જીવો માટે ખતરો ઊભો થઈ શકે છે.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp