26th January selfie contest

આપણા પૂર્વજો ધરતી પરથી કેમ ખતમ થઇ ગયા હતા, વૈજ્ઞાનિકોએ શોધી લીધુ કારણ અને...

PC: businessinsider.in

આદિમાનવની પ્રજાતિ નિયંડર થલ આખરે ધરતી પરથી કઈ રીતે વિલુપ્ત થઇ હતી? આ સવાલનો જવાબ મળતો નજરે પડી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની એક ટીમે પોતાની હાલની સ્ટડીમાં દાવો કર્યો છે કે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર પૂરું થવા અને ધ્રુવોના પલટવાના કારણે વિલુપ્ત થઇ હશે. આ ઘટના 42 હજાર વર્ષ પહેલા થઈ હતી અને લગભગ એક હજાર વર્ષ સુધી એવી પરિસ્થિતિ બની રહી હતી. તો વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ ઘટના 2-3 લાખ વર્ષના અંતર પર થાય છે અને જે રીતે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર નબળું થઈ રહ્યું છે, બની શકે કે ધ્રુવો પલટવાનો સમય નજીક આવી રહ્યો હોય.

ધરતીનું ચુંબકીય ક્ષેત્ર માણસો અને બીજા જીવો માટે જીવન સંભવ બનાવી શકે છે. તે સુરજથી આવનારા સોલર વિન્ડ, કોસ્મેટિક રેન્જ અને હાનિકારક રેડીએશનથી ઓઝોનના પડને બચાવે છે. એટલું જ નહીં પૂરું થયાના ઘણા સમય પહેલા નબળા થતાં ચુંબકીય ક્ષેત્રના કારણે મોટું નુકસાન થઈ શકે છે. તેના કારણે ઉપકરણોના સંચાલનમાં પરેશાની આવી શકે છે. ‘સાયન્સ’ પત્રિકામાં છપાયેલી સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે ચુંબકીય ક્ષેત્ર નબળું થવાના કારણે જળવાયુમાં ઝડપથી બદલાવ થયો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે Lascampની ઘટનાને વધારે વિશેષતાથી સ્ટડી કરવામાં આવી નથી.

સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ધ્રુવોમાં થયેલા બદલાવોના નાટકીય પરિણામ રહ્યા હશે અને જળવાયુની હાલત ભીષણ બની ગઈ હશે. એજ કારણે સ્તનપાયી જીવ વિલુપ્ત થઈ ગયા. પ્રોફેસર ક્રિસ ટર્નીએ જણાવ્યું છે કે, ‘અમે આ સમયે ઉત્તરી અમેરિકાની ઉપર બરફના પડમાં ઝડપથી વધારો જોઈ રહ્યા છીએ. પશ્વિમી પ્રશાંત વિસ્તારમાં ટ્રોપિકલ રેન બેલ્ટસ ઝડપથી બદલાતી દેખાય છે અને દક્ષિણી મહાસાગરમાં હવાઓની બેલ્ટ અને ઑસ્ટ્રેલિયાનું સુકાવું પણ નજરે પડે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બદલાવોના કારણે ખરાબ હવામાનથી બચવા માટે નિયંડરથલ ગુફાઓમાં છુપાવા લાગ્યા. આ પરિસ્થિતિના કારણે એકબીજા સાથે આપણાં પૂર્વજોમાં પ્રતિદ્વંદ્વિતા બનવા લાગી હશે અને આખરે વિલુપ્ત થઈ ગયા. પોતાની સ્ટડી માટે સંશોધકોએ રેડિયોકાર્બન એનાલેસિસની મદદ લીધી હતી. વાયુમંડળમાં કાર્બન-14 વધતો જોવા મળ્યો કે કોસ્મેટિક રેડિએશનના કારણે ઉત્પન્ન થાય છે. દુનિયાભરમાંથી મળેલા મટિરિયલને સ્ટડી કરવા પર વૈજ્ઞાનિકોએ જાણ્યું જ્યારે કાર્બન-14ની માત્રા વધી ગઈ હતી, એ દરમિયાન પર્યાવરણમાં બદલાવ થઈ રહ્યા હતા.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ધરતીના ધ્રુવ દર 2-3 લાખ વર્ષમાં બદલાય છે. કેટલાક વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર નબળું થઈ રહ્યું છે. એટલે બની શકે કે ધ્રુવોનો પલટવાનો સમય નજીક આવી રહ્યો છે. જોકે ઘણા વૈજ્ઞાનિકો આ આશંકાને નકારે પણ છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયન મ્યુઝિયમના એલન કૂપરના જણાવ્યા અનુસાર, એ જરૂરી નથી એક ધ્રુવ પલટાશે જ, પરંતુ એમ થાય છે તો તે વિનાશકારી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp