આટલા વર્ષમાં સમુદ્રનું સ્તર 1 મીટર વધશે
વૈજ્ઞાનિકોએ એક નવા અભ્યાસમાં ચેતવણી આપી છે કે, જળવાયુ પરિવર્તન દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લાખો લોકો માટે જોખમ વધારી શકે છે. નેચર ક્લાઈમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ વર્ષ 2100 સુધીમાં સમુદ્રનું સ્તર એક મીટર જેટલું વધશે. આનાથી નૉરર્ફોક, વર્જિનિયાથી મિયામી, ફ્લોરિડા સુધીના દક્ષિણપૂર્વ એટલાન્ટિક કિનારે 14 મિલિયનથી વધુ લોકોને અસર થઈ શકે છે.
વર્ષ 2100 સુધીમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં 70 ટકા વસ્તી છીછરા અથવા વધતા ભૂગર્ભજળના સંપર્કમાં આવી શકે છે, જે દૈનિક પૂર કરતાં વધુ ગંભીર ખતરો હશે. આ ખતરાથી મિલકતોના ભાવમાં લગભગ એક ટ્રિલિયન ડૉલરનો ઘટાડો આવી શકે છે, જેના કારણે રસ્તાઓ, ઈમારતો, સેપ્ટિક સિસ્ટમ્સ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવી સમસ્યાઓ ઊભી થઇ શકે છે. વર્જિનિયા ટેકના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના મનોચેહર શિરઝાઈએ જણાવ્યું હતું કે, આ સંકળાયેલ જોખમોની અસર અગાઉના અંદાજ કરતાં ઘણી વધારે હશે.
શિરઝાઈએ જણાવ્યું હતું કે, 'જો મજબૂત અનુકૂલનનાં પગલાં લેવામાં નહીં આવે, તો ડૂબતી જમીન અને દરિયાકાંઠાના નુકસાનથી પૂરનો ભય લાખો લોકોને વિસ્થાપિત કરી શકે છે અને જટિલ માળખાકીય સુવિધાઓને પણ નુકસાન પહોંચાડી શકે છે.'
US જીઓલોજિકલ સર્વેના સહયોગથી હાથ ધરાયેલા અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે કે, દરિયાની સપાટીમાં વધારો, પૂર, દરિયાકિનારાનું ધોવાણ, ડૂબતી જમીન અને દરિયાની સપાટીમાં વધારો સહિત આબોહવા પરિવર્તનથી થતા દરિયાકાંઠાના જોખમોના સંયોજનની અસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ તમામ ખતરાઓ 21મી સદીના અંત સુધીમાં વધુ વધવાની શક્યતા છે.
સંશોધકોએ એમ પણ કહ્યું હતું કે, દરિયાકાંઠાના તોફાનો અને દરિયાઈ તોફાનો જમીન પર પૂરનું જોખમ વધુ વધારશે. જો સમુદ્રનું સ્તર એક મીટર વધે છે, તો પ્રદેશના 50 ટકા લોકો પૂરથી પ્રભાવિત થશે, જેના કારણે મિલકતના ભાવને 770 બિલિયન ડૉલરની અસર પડશે. આનાથી દક્ષિણપૂર્વ એટલાન્ટિક પ્રદેશમાં 80 ટકા રેતાળ દરિયાકિનારાને નુકસાન થઈ શકે છે, જે તેના ટાપુઓ અને દરિયાકાંઠાની ઇકોસિસ્ટમ માટે પ્રખ્યાત છે.
વધુમાં, દક્ષિણપૂર્વ એટલાન્ટિક કિનારાના ઘણા વિસ્તારોમાં જમીન ડૂબી રહી છે, જે વધતા સમુદ્રના પ્રભાવને વધારે ગંભીર બનાવે છે. શિરઝાઈએ જણાવ્યું હતું કે, 'આપણે ભવિષ્ય માટે કેવી રીતે આયોજન અને નિર્માણ કરીએ છીએ તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં જે વધુ સંવેદનશીલ છે. જો આપણે સ્થિતિસ્થાપક વ્યૂહરચનાઓમાં આબોહવા જોખમોને સંપૂર્ણપણે ઓળખીએ અને ધ્યાનમાં લઈએ, તો આપણે આપણા સમુદાયોને દરિયાઈ સપાટીમાં વધારો અને હવામાનની ગંભીર ઘટનાઓની અસરોથી વધુ સારી રીતે સુરક્ષિત કરી શકીએ છીએ.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp