ફાટી રહ્યો છે સૂરજ! ઘણી જગ્યાએ થઇ ગયા વિશાળ ખાડા, ધરતીને લઇને મોટી ચેતવણી

PC: aajtak.in

સુરજમાં છેલ્લા કેટલાક દિવસોથી વિશાળકાય કાળા ખાડા બની રહ્યા છે. આ ખાડા કોઇ મોટી ઘાટીની જેમ ઊંડા અને મોટા છે. એટલા મોટા કે તેમાં અનેક ધરતીઓ સમાઇ જાય. તેની અંદરથી ખૂબ જ ઝડપથી ગરમ સૌર લહેર નીકળી રહી છે. વૈજ્ઞાનિકોએ તાજા ખાડા હાલમાં જ જોયા હતા. જેની અસર આગામી 2 દિવસમાં પૃથ્વી પર પડશે. તેનાથી નીકળતી સૌર લહેર પરેશાન કરી શકે છે. વૈજ્ઞાનિક આ ખાડાઓને કોરોનલ હૉલ કહી રહ્યા છે. આ સૂરજની વચ્ચોવચ બન્યો છે. તે ત્યારે બને છે જ્યારે સૂરજના ઉપરના વાયુમંડળના ઇલેક્ટ્રોફાઇડ ગેસ એટલે કે પ્લાઝ્માનું તાપમાન ઘટે છે.

પરંતુ તે બાકી જગ્યાઓથી વધારે ગાઢ હોય છે આ કારણે કાળા રંગનો દેખાય છે. દૂરથી લાગે છે કે સૂરજમાં ખાડો થઇ રહ્યો છે. આ ખાડાઓના કિનારે સૂરજની ચુંબકીય રેખાઓ મજબૂત થઇ જાય છે. એવામાં તેઓ ખાડાઓની અંદર ઉપસ્થિત સૌર પદાર્થોને ઝડપથી બહાર ખેચે છે. આ સમયે આ ખાડાઓમાંથી સૌર તોફાન નીકળી રહ્યું છે. તેની ગતિ 2.90 કરોડ કિલોમીટર પ્રતિકલાક છે. આ લહેરમાં તીવ્ર ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ અને આલ્ફા પાર્ટિકલ્સ નીકળે છે. તેમને ધરતીની ચુંબકીય શક્તિ ખેંચે છે. સુકાવાની પ્રક્રિયામાં સૂરજની લહેર અને ધરતીના ચુંબકીય ક્ષેત્રમાં એક જંગ છેડાઇ જાય છે.

જેને જિયોમેગ્નેટિક સ્ટ્રોમ કહેવામાં આવે છે. પૃથ્વીના બંને ધ્રુવો પર વાયુમંડળ પાતળું છે. ત્યાંથી સૌર લહેરો વાયુમંડળને ચીરીને અંદર આવી શકે છે. એવામાં ત્યાં રંગબેરંગી રોશની તરવા લાગે છે. જેને નોર્ધન લાઇટ્સ કહે છે. હાલમાં આ ખાડાઓના કારણે જે સૌર તોફાન ધરતી તરફ આવી રહ્યું છે, તે G-1 જિયોમેગ્નેટિક સ્ટોર્મ છે એટલે કે તેનાથી વધુ જોખમ નથી, પરંતુ વીજળીના ગ્રીડ કે કેટલાક સેટેલાઇટ્સ પર અસર પરી શકે છે. અહીં સુધી કે અમેરિકાના મિશિગન અને યુરોપના માયન ઉપર નોર્ધન લાઇટ્સ બની શકે છે.

તેમાં પહેલો ખાડો ત્યારે બન્યો હતો, જ્યારે ભારતમાં છઠ પર્વ મનાવવામાં આવી રહ્યો હતો. એ દિવસે સૂરજની હસતી તસવીરો જાહેર કરવામાં આવી હતી. હકીકતમાં આ ખાડા ત્યારથી બનવાના શરૂ થયા છે. ત્યારબાદ સતત 4-5 વખત આ ખાડા બની ચૂક્યા છે. હાલમાં જે ખાડા છે તે 30 નવેમ્બર, 2022ના રોજ જોવા મળ્યા હતા. આ ખાડાની અસર આગામી 2 દિવસોમાં ધરતી પર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp